અમરનાથ યાત્રાઃ સરકારની કસોટી

July 2, 2019 at 9:29 am


હિન્દૂ શ્રધ્ધાળુઆે માટે અત્યંત પવિત્ર એવી અમરનાથ યાત્રાશરુ થઇ ગઇ છે. 15 આેગસ્ટ સુધી ચાલનારી આ યાત્રામાં 2 લાખથી વધૂ લોકો જોડાશે.. આ યાત્રાની સુરક્ષા માટે જમ્મૂ કાશ્મીર સરકાર, સુરક્ષા દળ અને કેન્દ્ર ગૃહ મંત્રાલયના યોગ્ય વ્યવસ્થા કરી છે. આમ છતાં ભૂતકાળના અનુભવો ઉપરથી એમ જરુર કહી શકાય કે આ યાત્રા સરકાર અને જુદી જુદી સરકારી એજન્સીઆે માટે પડકાર રુપ છે. પાકિસ્તાનની સાથે સખત વલણ આપનાવવા અને ખાડીમાં આતંકવાદીઆેનો સફાયો કરવા માટે ચાલી રહેલા આેપરેશન આેલઆઉટને ધ્યાનમાં રાખી આ વખતે અમરનાથ યાત્રાને લઇને સુરક્ષા એજન્સી સતર્ક છે. ખાસ કરીને 2017ના હુમલા અને આ વર્ષે ફેબ્રુઆરીમાં પુલવામા હુમલા બાદથી અમરનાથ યાત્રા પર રહેલા ખતરાનું લેવલ પણ હાઇ થઇ ગયું છે.

કાશ્મીરમાં આવનારા મહિનામાં વિધાનસભા ચૂંટણી પણ યોજવવાની છે. એવામાં કોઇ મોટી આતંકી ઘટનાને અંજામ આપી શકે છે. તેને ધ્યાનમાં રાખી અમરનાથ યાત્રાને લઇને વધારે સતર્કતા રાખવામાં આવી રહી છે.છેલ્લા 26 વર્ષમાં અમરનાથયાત્રામાં 14 વખત હુમલાઆે થયા છે અને લગભગ 68 લોકોના મોત થયા છે.
ખસકરીને બાલાકોટ રુટથી અમરનાથ યાત્રાને આતંકવાદીઆે નિશાનો બનાવી શકે છે એવી ગુપ્ત એજન્સી દ્વારા એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જમ્મૂ રેલવે સ્ટેશનથી લઇને પવિત્ર અમરનાથ યાત્રાના સમગ્ર રુટ પર 40 હજારથી વધારે સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. જેથી આતંકી કોઇ હિંસક ઘટનાને અંજામ આપી શકે નહી.હવે જોવાનું રહે છે કે, અમિત શાહ ગૃહ મંત્રી બન્યા પછીની આ પહેલી અમરનાથ યાત્રા કેટલી સુરક્ષિત રહે છે.

Comments

comments