અમરનાથ યાત્રાએ ગયેલા 13 યાત્રિકોને નડયો અકસ્માતઃ 3ની હાલત ગંભીર

July 12, 2018 at 11:02 am


અમરનાથ યાત્રાએ ગયેલા મોટા કાફલા પૈકીના 13 જેટલા અમરનાથ યાત્રીકોને ઉધમપુર હાઈ-વે પાસે અકસ્માત નડતાં તમામને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં જે પૈકી 3 વ્યિક્તની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે.
ઉત્તરપ્રદેશના 10 અને મધ્યપ્રદેશના ગ્વાલિયરના 3 યાત્રિકો અમરનાથની યાત્રાએ કાર મારફતે નીકળ્યા હતા અને શ્રીનગરથી 70 કિલોમીટર દૂર ઉધમપુર હાઈ-વે પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતાં મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતને કારણે કારમાં રહેલા તમામ લોકોને ઘાયલ થયા હતા જેમને હોસ્પિટલે ખસેડાયા હતાં. જો કે 3 વ્યિક્તની હાલત વધુ ગંભીર જણાતાં તેમને અન્ય ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે.

Comments

comments

VOTING POLL