અમરનાથ યાત્રાના રૂટનું હવાઈ નિરીક્ષણ કરતા રાજ્યપાલ

June 10, 2019 at 10:43 am


જમ્મુ અને કશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે આજે હેલિકોપ્ટરમાં બેસીને અમરનાથ ગુફા મંદિર તરફ દોરી જતા બાલતાલ અને પહેલગામ એમ બંને રુટનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ગવર્નર મલિકની સાથે એમના સલાહકાર કે. વિજય કુમાર, રાજ્યના મુખ્ય સચિવ બી.વી.આર. સુબ્રમÎયમ પણ હતા.
એમણે બાલતાલ, ડોમેલ, સંગમ, પંજતારણી, શેષનાગ, ચંદનવાડી, પહેલગામને આવરી લેતા સમગ્ર અમરનાથ રુટનું નિરીક્ષણ કર્યું હતું અને કઈ જગ્યાએ બરફ કેટલો જમા થયો છે એ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. સમગ્ર રુટ પરના સ્થળો પર હિમવષાર્ને કારણે જામેલા બરફના થરને દૂર કરવાની અને માર્ગને ખુલ્લાે કરવાની કામગીરીની ગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
બરફના શિવલિંગ અથવા બફાર્ની બાબા, અમરનાથ બાબાનાં દર્શન માટેની વાર્ષિક અમરનાથ યાત્રાની આ વર્ષની યાત્રા આવતી 1 જુલાઈથી શરુ થવાની છે. એ પહેલાં રુટ પરના તમામ રસ્તાઆેનું સમારકામ કરી દેવામાં આવે, બરફ દૂર કરી દેવામાં આવે તથા તમામ જરુરી સુવિધાઆેનું વ્યવસ્થિત રીતે સંચાલન કરવામાં આવે એની તકેદારી લેવાની રાજ્યપાલ મલિકે સંબંધિત સત્તાવાળાઆેને સૂચના આપી હતી.

અમરનાથ યાત્રા માટે ઉત્તર કશ્મીરના ગંડેરબાલ જિલ્લામાંથી બાલતાલ માર્ગે અથવા દક્ષિણ કશ્મીરના અનંતનાગ જિલ્લામાં પરંપરાગત પહેલગામ માર્ગે પવિત્ર ગુફા મંદિરે જવાય છે. આ વર્ષની અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરુ થશે અને 15 આેગસ્ટે પૂરી થશે. એ દિવસે શ્રાવણ પૂણિર્મા તહેવાર છે.

Comments

comments

VOTING POLL