અમરેલીમાં પોલીસે જુગાર રમતા ચાર શખસોને ઝડપી લીધા

May 22, 2019 at 12:03 pm


અમરેલીમાં સામુદ્રી માતાના મંદિર પાસે જુગાર રમાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે અમરેલી પોલીસે રેડ કરતા જુગાર રમી રહેલા ચાર શખસોને ઝડપી લીધા હતા જેમાં કાનજીભાઈ ધીરૂભાઈ સોલંકી ઉ.વ.૨૧, આશીફભાઈ નુરમહમદભાઈ ધાણીવાલ ઉ.વ.૩૩, અજયભાઈ કિશોરભાઈ ગાંગાજળિયા ઉ.વ.૩૦, રસિકભાઈ ધીરૂભાઈ સોલંકી ઉ.વ.૨૭ રહે.ચારેય અમરેલીનો સમાવેશ થાય છે. ચારેય શખસો જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રમતા રોકડ રકમ રૂા.૧૭૧૦ તથા ગંજીપત્તાના પાના નગં ૫૨ મળી કુલ કિ.રૂા.૭૧૧૦નાં મુદામાલ સાથે રેડ દરમિયાન ઝડપી લઈને તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments

comments

VOTING POLL