અમરેલી ક્રાઈમ બ્રાંચના ૩ પોલીસ કર્મચારીની બધં બારણે પૂછપરછ

April 9, 2018 at 11:48 am


અમરેલી ખાતે લોકલ ક્રાઈમ બ્રાન્ચ વિભાગના પી.આઈ. તથા તેમના સ્ટાફે સુરતના બિલ્ડર્સ શૈલેશ ભટૃ પાસેથી તેમનું અપહરણ કરી અને તેમની પાસે રહેલ રુા. 1ર કરોડના બિટકોઈન પડાવી લીધાનો આક્ષેપ સાથે શૈલેશ ભટૃે રાજયના ગૃહમંત્રી, અને દેશના પી.એમ.આે.ને ફરીયાદ કરતાં આ બનાવ અંગે રાજયની સી.આઈ.ડી. ક્રાઈમ બ્રાન્ચે આ બનવાની તપાસ હાથ ધરી છે ત્યારે આ બનાવે રાજયમાં જ નહી પરંતુ સમગ્ર દેશમાં ભારે સનસનાટી મચાવી દીધી છે. આ બનાવના પગલે આજે વહેલી સવારે સી.આઈ.ડી. ક્રાઈમ બ્રાન્ચે પોતાની 6 અલગ અલગ ટીમો બનાવી અને છાપા માર્યા હતા અને 3 પોલીસ કર્મીઆેની સઘન પુછપરછ હાથ ધરી હતી.

આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ અમરેલી પોલીસ હેડ કવાર્ટરમાં રહેતા અને લોકલ ક્રાઈમ બ્રાંન્ચમાં ફરજ બજાવતા કેટલાંક કર્મીઆે આ બીટકોઈન મામલે શંકાના દાયરામાં હોય અને તેમની આ કેસમાં કેટલી સંડોવણી છે તે અંગે પુછપરછ કરવા માટે સી.આઈ.ડી. ક્રાઈમ બ્રાન્ચે પોતાની 6 અલગ અલગટીમો બનાવી અને છાપા માર્યા હતા અને 3 પોલીસ કર્મીઆેની બંધ બારણે સઘન પુછપરછ હાથ ધરી હતી.

આ ઉપરાંત એક પોલીસ કર્મી હાલ રજા ઉપર ઉતરી ગયા હોય સી.આઈ.ડી. ક્રાઈમ બ્રાન્ચે તેમના ઘરે જઈ અને સક્ષમ અધિકારી સાથે તાળા તોડી અને તપાસ કરી હતી. બાદમાં અન્ય 4 જેટલા પોલીસ કર્મીઆેની અમરેલી ક્રાઈમ બ્રાંન્ચની કચેરીએ લઈ જઈ અને પુપરછ કરી હતી.

આ બનાવની જાણ અમરેલી પોલીસ બેડામાં અને મીડીયાકર્મીમાં આગની જેમ ફેલાઈ જતા પોલીસના કેટલાંક કર્મીઆે અત્રેના બહુમાળી ભવન આસપાસ ફરી રહયા હતા. જયારે આ સમગ્ર બનાવ અંગે મીડીયાકર્મીઆેએ જવાબદાર અધિકારીઆેને બનાવની વિગતો પુછતા તેમના વિભાગના ઉચ્ચ અધિકારીઆે માહીતી આપશે તેમ કહી પ્રશ્ન ટાળીયુા હતા.

જો કે, આ બનાવમાં સાંજ સુધી અલગ અલગ ટીમ શંકાના દાયરામાં રહેલા પોલીસ કર્મીઆેની પુછપરછ કર્યા બાદ જે કાંઈ નીકળે તે પ્રમાણે તપાસને આગળની દિશા આપવામાં આવશે તેમ પણ જાણવા મળી રહયું છે.

જો કે આ બનાવમાં જેમની સામે આક્ષેપ કરાયો છે તે અમરેલી લોકલ ક્રાઈમ બ્રાંચના પોલીસ ઈન્સપેકટર અનંત પટેલ છેલ્લા કેટલાંક દિવસોથી રજા ઉપર ઉતરી ગયા છે જયારે અમરેલીના પોલીસ સુપ્રિટેન્ડેન્ટ ગદિશ પટેલ છેલ્લા ત્રણેક દિવસથી રજા ઉપર ચાલ્યા ગયા હોય, આ બનાવે ભારેચકચાર મચી જવા પામી છે.

Comments

comments