અમરેલી જિલ્લાના ખેડૂતો નારાજ: ૧૯ મગફળી ખરીદી કેન્દ્રો બધં કરાય

February 2, 2018 at 12:16 pm


ટેકાના ભાવે થતી મગફળીની ખરીદી બંધ થતાં અમરેલી જિલ્લાના ખેડૂતો હેરાન પરેશાન થયા છે. અમરેલી જિલ્લાનાં કુલ 19 કેન્દ્રાે પર 11 તાલુકામાં ટેકાના ભાવની મગફળીની ખરીદી ચાલું હતી જે એક પખવાડીયાથી બંધ થતાં આેનલાઈન રજીસ્ટર કરેલ ખેડૂતો મગફળી વેંચવા યાર્ડના કેન્દ્રાે પર ધકકા ખાઈ રહૃાા છે.

સરકાર ટેકાના ભાવે ખરીદતી મગફળી હાલ બંધ હોવાથી અમરેલી જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળી રહૃાાે છે. ટેકાના ભાવે અમરેલી જિલ્લામાં કુલ 19 કેન્દ્રાે પર અત્યાર સુધી 13 લાખ ગુણી મગફળી ખરીદાઈ છે અને હજુ પણ આેનલાઈનમાં મગફળી વેંચવા માંગતા ખેડૂતોના નામ રજીસ્ટરમાં છે પણ સરકાર ધ્વારા હજુ મગફળીની ખરીદી ચાલું ન થતાં હજારો ખેડૂતો ટેકાના ભાવે સરકાર મગફળી ખરીદે તેની રાહ જોઈ રહૃાા છે. ખેડૂતોની મગફળી હજુ વેંચાયા વગરની ખેતર વાડીઆેમાં પડી છે. ખેડૂતના દીકરાના થોડા દિવસોમાં લગ્ન છે અને ટેકાના ભાવે ખરીદતી મગફળી કેન્દ્રાે પર ખેડૂતો હૈયા વરાળ ઠાલવીરહૃાા છે. ફકત સાવરકુંડલાના એક કેન્દ્ર પર 3341 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ર340 ખેડૂતોની મગફળી ખરીદી છે છતાં હજુ 1 હજાર ઉપરાંતના ખેડૂતોના રજીસ્ટ્રેશન પેન્ડીગ હોવાનું સ્વીકારી રહૃાા છે.

Comments

comments

VOTING POLL