અમરેલી મહિલા ડોકટરને ઓનલાઈન ફ્રોડની રકમ પરત અપાવતી સાયબર સેલ

June 12, 2019 at 11:16 am


અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે સાયબર સેલને આપેલ સુચના અનુસંધાને અમરેલી હાલ–થાનગઢ ખાતે ગાયનેક ડોકટર તરીકે ફરજ બજાવતા પ્રિયંકાબેન વાજાના બેંક ખાતામાથી કોઇ ફોન કે નંબર વગર જુદા જુદા ટ્રાન્ઝેકશનથી કુલ .૧૬,૦૦૦– ની રકમ ઓનલાઇન ફ્રોડ મારફતે ઉપડી ગયેલ હોય,જેની જાણ થતા તાત્કાલીક અમરેલી સાયબર સેલ પોસઇ એમ.એમ.પરમારનો સંપર્ક કરી બનાવ બાબતે જાણ કરી હતી.

જેથી તુર્તજ કાર્યવાહી હાથ ધરી,અરજદારના બેંક ખાતામાં કરવામાં આવેલ ઓનલાઇન ફ્રોડ ટ્રાન્ઝેકશનની તમામ જરી માહિતી તથા બેંક પાસબુકમાં થયેલ એન્ટ્રી,ઓનલાઇન સ્ટેટમેન્ટ, કાર્ડ વિ.ડોકયુમેન્ટ મેળવી,ચેક કરતા ઓનલાઇન ફ્રોડમાં ગયેલ નાણા ગુગલ હેલીટેક વેબસાઇટ દ્રારા અનઅધિકૃત રીતે કાપવામા આવેલ હોવાની જાણ થયેલ, સંલ વેબસાઇટ દ્રારા ખાતાધારકની જાણ બહાર કાપવામાં આવેલ નાણા પરત મેળવવા માટે સાયબરસેલ પોસઇ દ્રારા જરી પત્ર વ્યવહાર તથા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ તેમજ ધટતી તમામ કાર્યવાહી કરી,ઓનલાઇન ફ્રોડમાં ગયેલ પુરેપુરી રકમ .૧૬,૦૦૦– પ્રિયંકાબેનના બેંક ખાતામાં પરત અપાવી,આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

Comments

comments

VOTING POLL