અમારી ટીમને પરાજયના પાઠ શીખવા મળ્યા: આફ્રિકન કેપ્ટન માર્કરમ

February 6, 2018 at 10:52 am


દક્ષિણ આફ્રિકાના કામચલાઉ કેપ્ટન એઈડન માર્કરેમે કબૂલ્યું હતું કે પોતાના સુકાન હેઠળની પહેલી મેચમાં ભારત સામે નવ વિકેટથી થયેલા પરાજયમાં તેણે પાઠ શીખવા મળ્યા હતા. છતાં, તેણે વધુમાં કહ્યું હતું કે આ પરાજય છ મેચની વર્તમાન શ્રેણીમાં આયોજક રાષ્ટ્રની ટીમનો દેખાવ સુધારવામાં મદદગાર બનશે.
યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની રિસ્ટ સ્પ્નિ બોલિંગ સામે પોતાના કેટલાક મુખ્ય ખેલાડીની ગેરહાજરી સાથેની દક્ષિણ આફ્રિકાની ટીમનો બીજી વન-ડેમાં પરાજય થયો હતો અને શ્રેણીમાં 2-0થી સરસાઈ લીધેલ ભારતે આઈ. સી. સી. (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ના રેન્કિંગમાં ફરીથી મોખરાનું સ્થાન મેળવ્યું હતું.
દક્ષિણ આફ્રિકાની ટીમ આ મેચમાં 32.3 ઓવરમાં ફક્ત 118 રનમાં આઉટ થઈ ગઈ હતી જે ઘરઆંગણે તેનો સૌથી ઓછો જુમલો બન્યો હતો.
આ પરાજયથી જાગૃતી ફેલાશે અને અમારી ટીમના દેખાવમાં સુધારો થશે, એમ માર્કરેમે મેચ બાદ પત્રકારો જોડેની વાતચીતમાં કહ્યું હતું.
દક્ષિણ આફ્રિકાની ટીમે ડર્બન ખાતેની પહેલી મેચ હારી જવા બાદ એવો દાવો કર્યો હતો કે ભારતના રિસ્ટ સ્પ્નિરો સામે રમવામાં કોઈ મોટો પડકાર નથી. પણ, હકીકતમાં આયોજક રાષ્ટ્રની ટીમના બેટ્સમેન સતત બીજી વેળા ભારતીય સ્પ્નિરોની જોડી સામે નિષ્ફળ ગયા હતા.
માર્કરેમે કબૂલ્યું હતું કે ચહલ અને કુલદીપ પોતપોતાનાપણે બે ઘણા સારા બોલર છે. વન-ડે શ્રેણીની ત્રીજી મેચ કેપટાઉન ખાતે બુધવારે રમાનાર છે.

Comments

comments

VOTING POLL