અમારી પાસે પક્ષવિરોધી પ્રવૃત્તિના ચાર કોલ રેકોડગ હોવાથી અમે તેઓને ભાજપમાંથી કાઢી મૂકયા

February 5, 2018 at 1:25 pm


પોરબંદરની પડોશી એવી છાંયા નગરપાલિકાની ચૂંટણી યોજાય તે પહેલા જ ભાજપના ત્રણ–ત્રણ પૂર્વ પ્રમુખો સહિત ૨,૦૦૦ લોકો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હોવાની જાહેરાત બાદ જિલ્લા ભાજપે પણ વળતો પ્રહાર કરીને પ્રેસ કોન્ફરન્સ યોજીને એવું જણાવ્યું હતું કે, તેઓ ભાજપમાંથી નીકળ્યા નથી પરંતુ અમે તેઓને કાઢી મૂકયા છે કેમ કે તેઓના ચાર જેટલા કોલ રેકોડગ સહિત કેટલાક પુરાવાઓ અમારી પાસે હતા અને તેથી જ આવું કરનારાઓને રવાના કરી દીધા છે.

પોરબંદરની લોર્ડસ હોટેલ ખાતે યોજવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપના પ્રમુખ વિક્રમભાઈ ઓડેદરા, છાંયા શહેર ભાજપ પ્રમુખ શૈલેષભાઈ જોષી સહિત અન્ય આગેવાનોએ કેટલીક માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, અત્યારસુધીમાં વિકાસ નજરે ચડતો હતો પરંતુ હવે ટિકીટ નહીં મળતા અચાનક વિકાસ રૂંધાયો ?! છાયા પાલીકાની ચૂંટણી સંદર્ભે એવી જાહેરાત કરવામાં આવી છે કે જે લોકો કોંગ્રેસમાં જોડાયા છે તે જેે આક્ષેપ કરીને જોડાયા છે તે વાતમાં બિલકુલ તથ્ય નથી. કેમ કે જે લોકોએ પક્ષપલ્ટો કર્યેા છે તે લોકો જ જે–તે વખતે સતામાં હતા તેમને આવા આક્ષેપો કરવાનો કોઈ અધિકાર નથી. કેમ કે તેઓએ વિધાનસભાની ચૂંટણી વખતે અને ત્યારબાદ પણ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરી છે અને તેમના ચાર જેટલા મોબાઈલ કોલ રેકોડગ પણ અમારી પાસે ઉપલબ્ધ છે. બાકી આ લોકોની ભૂતકાળની પ્રવૃત્તિઓ, સત્તાલાલચ અને પક્ષવિરોધી પ્રવૃતિઓ જે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કરી છે તેના કારણે પાર્ટીએ જ નક્કી કર્યું છે કે એવા લોકોને ટીકીટ આપવી નથી. ભાજપ એ લોકશાહીને વરેલી પાર્ટી છે અને નાનામાં નાના કાર્યકરની વાત સંગઠન તો ઠીક પણ મુખ્યમંત્રી સુધી સાંભળવામાં આવે છે. એટલે એ વાતમાં તથ્ય નથી અને રહી વાત બે હજાર કાર્યકરોની તો એ તો પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે એ લોકો પાસે કેટલા કાર્યકરો છે, ભાજપ દ્રારા સાતેય વોર્ડમાં કુલ ૨૮ ઉમેદવારો ઉભા રાખેલા છે અને ખાસ એ બાબત ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે કે લોકોના પ્રશ્નોને વાચા આપે, લોકઉપયોગી કામોમાં જે રૂચી ધરાવતા હોય અને સમાજમાં જેનું સ્થાન પ્રતિિત હોય એવા સ્વચ્છ પ્રતિભા ધરાવતા લોકોને જ પક્ષે ટિકીટો આપી છે. બાકી ૧૫ વર્ષનું ભાજપનું છાયામાં શાસન ચાલ્યું છે એટલે છાયા નગરપાલિકા વિસ્તારના જે મતદારો છે, લોકો છે, પ્રજાજનો છે એને ખબર જ છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન કેવું છે અને અમારા ઉમેદવારોને જંગી બહત્પમતીથી જીતીને બતાવશે અને તેમના વિજયમાં અમને વિશ્ર્વાસ છે
છાયા નગરપાલિકાના પ્રમુખ જીવાભાઈ ભુતિયાએ જણાવ્યું હતું કે, છાયા નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. હમણા થોડાક દિવસ પહેલા જ છાંયામાં શિબિર હતી ત્યારે એ કોંગ્રેસવાળાએ આક્ષેપ કર્યેા હતો કે, જે પૂર્વ પ્રમુખ છે તેમણે મોટામાં મોટો છાયામાં ભ્રષ્ટ્રાચાર કર્યેા છે અને ૧૨૦૦ જેટલા ટોયલેટ જે ગરીબ લોકોને માટે બનાવવાના હતા તે કયાંય બનેલા નથી એવો ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ થયો હતો. અને એ જ કોંગ્રેસની પાટલીમાં બેસીને પક્ષપલ્ટુઓએ પોતાની અસલીયત મતદારો સમક્ષ બતાવી દીધી છે.
આ બેઠકમાં છાયા નગરપાલિકાના ભાજપના સુધરાઈ સભ્યો ઉપરાંત આગેવાનોમાં જિલ્લા ભાજપ મહામંત્રી કપિલભાઈ કોટેચા, અશોકભાઈ મોઢા, બક્ષીપચં મોરચાના પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા, ધારાસભ્યના અંગત મદદનીશ નાગાજણભાઈ ઓડેદરા અને અન્ય આગેવાનો–કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Comments

comments

VOTING POLL