અમિત શાહની સુરક્ષાનો ખર્ચ જાહેર કરવાનો સીઆઇસીનો ઇનકાર

August 27, 2018 at 11:01 am


અંગત માહિતી અને સુરક્ષાનું કારણ જણાવીને કેન્દ્રીય માહિતી પંચ (સીઆઇસી)એ ભાજપ પ્રમુખ અમિત શાહની સુરક્ષા માટેનો ખર્ચ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. એક અરજદારે અમિત શાહની સુરક્ષા માટેનો ખર્ચ જાણવા સિવાય ખાનગી વ્યક્તિને સરકાર દ્વારા સુરક્ષા કવચ આપવાના નિયમો તથા એ માટેની સત્તા કોની પાસે હોય એ જાણવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.
શાહ જ્યારે રાજ્યસભાના સભ્ય નહોતા ત્યારે પાંચમી જુલાઇ, 2014ના દિવસે દીપક જુનેજા નામની વ્યક્તિએ અરજી દાખલ કરી હતી. અરજીમાં એણે સરકારે જે લોકોને સુરક્ષા કવચ આપ્યું હોય એવા વ્યક્તિઓના નામની યાદીની માગણી પણ કરી હતી. અરજીમાં માગેલી માહિતી ગૃહ મંત્રાલયે નકારતા માહિતી અધિકાર કાયદાની કલમ 8(1)(જી) અને 8(1)(જે)નો ઉલ્લેખ કર્યો હતો. આ કલમ હેઠળ કોઇ વ્યક્તિના જીવ અથવા તો શારિરીક ખતરો ઊભો થાય અને અનિચ્છિનીય ખાનગી દખલ તથા જે બાબત જાહેર જનતાને લગતી ન હોય એવી બાબતોને બાકાત રાખવા માટેની છે.

Comments

comments

VOTING POLL