અમિત શાહ, ધાનાણી, ભરતસિંહ, તુષાર ચૌધરી, કુંડારિયા, વસાવાનું મંગળવારે ભાવિ સીલ થશે

April 20, 2019 at 10:41 am


લાકેસભાની 26 બેઠકો માટે 371 ઉમેદવારો મેદાનમાં છે. પરંતુ આ ઉમેદવારોમાં પૂર્વ સાંસદો, મંત્રીઓ અને ધારાસભ્યો પોતાનું નસીબ પુન: અજમાવી રહ્યા છે. મંગળવારે મતદાન થતાની સાથે જ આ મહાનુભાવોના નસીબ ઈવીએમમાં લોક થઈ જશે જે છેક તા.23 મેના ખુલશે આવા મહાનુભાવોની યાદીમાં સૌ પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ (ગાંધીનગર) બેઠક માટેના લોકો મતદાન કરશે જે કેટલાય મહાનુભાવોના નસીબનું પાનું બદલનાર પુરવાર થશે.

આ વખતે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર 11 ધારાસભ્યોના નસીબ દાવ પર લાગ્યા છે જેમાં કોંગ્રેસના 7 અને ભાજપ્ના 7 ધારાસભ્યો મેદાનમાં ઉતારવામાં આયા છે. રાજ્યની 26 બેઠકો પર ઉભા રાખવામાં આવેલા ભાજપ્ના દસ સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે. 16માંથી 7 સીટીંગ ધારાસભ્યોને ટિકિટ આપીને 12 નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ભાજપ્ના મોટામાથાઓમાં અમિત શાહ કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણી, 4 પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી, મોહન કુંડારિયા, મનસુખ વસાવા અને વર્તમાન ગુજરાત સરકારના રા.કક્ષાના મંત્રી પરબતભાઈ પટેલના ભાવિ મંગળવારે ઈવીએમમાં સીલ થશે.
આ વખતની લોકસભાની ચૂંટણીના પરિણામો વિધાનસભાની પેટા ચૂંટણી નક્કી કરશે. કોંગ્રેસમાંથી અને ભાજપમાંથી 7 ધારાસભ્યો લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે.

જેમાં અમરેલી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, વલસાડ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, પંચમહાલ અને અમદાવાદ પૂર્વે બેઠક પર ભાજપ અને કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યો મેદાનમાં છે. જે કોઈનું નસીબ ખુલશે અને ચૂંટાશે તે દિલ્હી જશે. તેમની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાશે.

Comments

comments

VOTING POLL