અમિત શાહ રાજસ્થાનની મુલાકાતે, કાર્યકતાર્આેને આપશે ચૂંટણી માર્ગદર્શન

September 11, 2018 at 11:44 am


રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી રહ્યાે છે. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે રાજસ્થાનની એક દિવસીય મુલાકાતે પહાેંચશે. અમિત શાહ રાજસ્થાન ખાતે ચાર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
ભાજપના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમિત શાહ જયપુર ખાતે સંભાગ શિક્ત કેન્દ્રના પ્રમુખ સાથે બેઠક કરશે. તેમજ પક્ષના સહકારિતા પ્રકોષ્ટ તેમજ પ્રદેશ પદાધિકારીઆે સાથે રાજ્યમાં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને બેઠક કરશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આગામી વિધાનસભાની તૈયારી રુપે અમિત શાહ પદાધિકારીઆે તેમજ કાર્યકર્તઆે સાથે રણનીતિ તૈયાર કરશે. આ બેઠકોના દૌર અગાઉ અમિત શાહ હવાઇ માર્ગથી જયપુર પહાેંચશે તેમજ તેઆે ત્યાંથી સીધા મોતી ડૂંગરી ગણેશ મંદિરમાં પુજા અર્ચના કરશે.
ત્યારબાદ સુરજ મેદાન ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની મુલાકાત એવા સમયે છે જ્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યાે છે. વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતે યોજાનાર છે

Comments

comments

VOTING POLL