અમૃતમ કાર્ડ માટે સિનીયર સીટીજનોને ધરમધકકા, કાર્યવાહી હાલ બંધ !!ં

July 13, 2018 at 3:35 pm


મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત વધારેલ વ્યાપ સાથે સિનિયર કાર્ડ છેલ્લા મહિનાથી બનતા જ ન હોય વૃધ્ધોને ધક્કા થાય છે. પેન્શનરો માટે મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત વધારેલ વ્યાપને અમલી કરવાની સરકારની યોજના આવકારદાયક છે. પરંતુ આ યોજના અન્વયે મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ કઢાવવા માટે એક માસથી ભાવનગરમાં આવેલ ટાઉનહોલ ખાતે સિનિયર સીટીજનો ધક્કા ખાય છે પરંતુ એકજ જવાબ મળે છે કે ‘સિનીયર સીટીજન માટે અમૃતમ યોજના ના કાર્ડ ટેકનીકલ ખામીના લીધે બંધ છે પેપરમા જાહેરાત આવે ત્યારે ચાલુ થાશે.’તો આ યોજના કયારે શરૂ થશે સિનીયર સીટીજન આ યોજનાનો લાભ લઇ શકે અને ખોટા ધક્કાે ન થાય તે માટે વહેલી તકે આગળની કાર્યવાહી કરવા એક સિનીયર સીટીજને મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

Comments

comments

VOTING POLL