અમૃતસર ટ્રેન દૂર્ઘટનામાં સિદ્ધુ અને પત્ની નવજોત કોરને ક્લીનચીટ

પંજાબ સરકારના મંત્રી નવજોતસિંહ સિદ્ધુ અને તેના પત્ની નવજોત કોરને અમૃતસર ટ્રેન દૂર્ઘટનામાં િક્લનચીટ મળી ગઈ છે. આ અંગેની તપાસ બાદ મેજીસ્ટ્રેટ ઈન્કવાયરીએ બન્નેને િક્લનચીટ આપી છે. ચાલું વર્ષે દશેરાના દિવસે (19 આેક્ટોબરે) અમૃતસર ટ્રેન દૂર્ઘટનામાં 61 લોકોના મોત નિપજ્યા હતા. આ લોકો રાવણદહન જોવા માટે એકઠા થયા હતાં. રેલવે ક્રાેસિંગ પાસે રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવજોત કોર ભાષણ આપી રહી હતી.
પંજાબ સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રેન દૂર્ઘટનામાં 300 પાનાના તપાસ રિપોર્ટ 21 નવેમ્બરે સરકારને સાેંપવામાં આવ્યો હતો. તેમાં નવજોતસિંહ સિદ્ધુ અને તેની પત્ની નવજોત કૌર સિદ્ધુને િક્લન ચીટ આપવામાં આવી હતી.
જાલંધરના ડિવિઝિનલ કમિશનર બી.પુરુષાર્થે આ તપાસ પૂરી કરીને રિપોર્ટ પંજાબ સરકારને સાેંપ્યો હતો. હવે આ રિપોર્ટ પર આગળ શું પગલાં લેવાશે તે મુખ્યમંત્રી કેપ્ટન અમરિ»દરસિંહ નક્કી કરશે.
નવજોતસિંહ સિદ્ધુ અંગે રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે તેઆે ઘટનાના દિવસે અમૃતસરમાં હાજર જ નહોતા. જ્યારે નવજોત કોર સિદ્ધુ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હતા પરંતુ અતિથિ કોઈ પણ સ્થળે જઈને ચેક નથી કરતાં કે ત્યાં કયા પ્રકારની વ્યવસ્થા છે. આ જવાબદારી આયોજકોની હોય છે.