અમૃતસર બ્લાસ્ટમાં પાકિસ્તાની કનેક્શન : એક શખ્સની ધરપકડ

November 21, 2018 at 7:55 pm


પંજાબના મુખ્યમંત્રી કેÃટન અમરિન્દરિંસહે અમૃતસર સ્થિત નિરંકારી ભવનમાં કરવામાં આવેલા ગ્રેનેડ હુમલામાં પાકિસ્તાનના આઈએસઆઈનાે હાથ હોવાનાે દાવો કયોૅ હતાે. અમૃતસર બ્લાસ્ટમાં પાકિસ્તાનના કનેક્શનના પુરાવા અમરિન્દરિંસહે રજૂ કર્યા હતા. સાથે સાથે આ હુમલામાં સંડોવાયેલા આરોપી પૈકી એકની ધરપકડ કરાઈ હોવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ધરપકડ કરવામાં આવેલા આરોપીની આેળખ 26 વષીૅય વિક્રમજીતિંસહ તરીકે કરવામાં આવી છે. હુમલામાં ઉપયોગ કરવામાં આવેલા મોટરસાયકલ કબજે કરવામાં સફળતા મળી ગઈ છે. આ ઘટનાક્રમ અંગે માહિતી આપતા અમરિન્દરે કહ્યું હતું કે, પંજાબમાં આતંકવાદને ફરી સજીવન કરવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યાા છે. આઈએસઆઈની સંડોવણી આમા સ્પષ્ટપણે રહેલી છે. આ હુમલામાં બે શખ્સાે સામેલ હતા. આમાથી એક 26 વષીૅય વિક્રમજીતિંસહને પકડી પાડવામાં આવ્યો છે. બીજા આરોપીની આેળખ કરી લેવામાં આવી છે જેનું નામ અવતારિંસહ છે. તેને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે. પાેલીસે હુમલામાં ઉપયોગ કરવામાં આવેલી બાઈક કબજામાં લઇ લીધી છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આમા કોઇપણ સાંપ્રદાયિક એંગલ નથી. આ એક આતંકવાદનાે મામલો છે. નિરંકારી ભવનને ટાગેૅટ કરવામાં આવ્યો હતાે કારણ કે ત્યાં રહેલા લોકો આતંકવાદીઆેના સરળ ટાગેૅટ તરીકે હતા. અમારી પાસે પહેલાથી જ માહિતી હતી કે, બીજા સંગઠનાેને પણ ટાગેૅટ બનાવવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં સાવચેતીના પગલા લેવામાં આવ્યા હતા અને અમે સફળ રહ્યાા છીએ. આઈઇડી અને હથિયારોનાે જથ્થો પણ જબ્ત કરવામાં આવ્યો હતાે. પાકિસ્તાન અને આઈએસઆઈ ખુબ સક્રિય છે. માસ્ટરમાઇન્ડ આઈએસઆઈ છે. આઈએસઆઈએ કેટલાક શખ્સાેનાે ઉપયોગ કરીને હુમલાને અંજામ આÃયો હતાે. આ લોકોએ પાકિસ્તાનની હથિયાર ફેક્ટ્રીમાં બનેલા ગ્રેનેડનાે ઉપયોગ કયોૅ હતાે. આના લાયસન્સ પાકિસ્તાન આે##352;ડનરી ફેક્ટ્રીની પાસે છે. હુમલામાં જે ગ્રેનેડનાે ઉપયોગ કરાયો હતાે તે જ પ્રકારના ગ્રેનેડનાે ઉપયોગ કાશ્મીરમાં સુરક્ષા દળોની સામે કરવામાં આવ્યો છે. આ ગ્રેનેડમાં પણ પેલેટ્સ ભરેલા હતા. મુખ્યમંત્રીએ પાક કનેક્શનના પુરાવા રજૂ કર્યા હતા. જો કે તેમણે ખાતરી આપી હતી કે પંજાબમાં શાંતિ માટે તમામ પગલા લેવાશે. પાકિસ્તાનમાં શાંતિને ખોરવી કાઢવા માટે માહોલ બગાડવા માટે ખાલિસ્તાન લિબ્રેશન ફોસૅનાે ઉપયોગ કરવામાં આવી રહ્યાાે છે. પંજાબના અમૃતસરમાં ધા##352;મક ડેરા (નિરંકારી ભવન)માં ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યા બાદ સુરક્ષા સંસ્થાઆે દ્વારા વ્યાપક શોધખોળ હજુ પણ ચાલી રહી છે. ગુપ્ત સ્થળો પર દરોડા પણ પાડવામાં આવી રહ્યાા છે. હુમલાખોરો અંગે માહિતી આપનારને 50 લાખ રૂપિયા આપવાની જાહેરાત મુખ્યમંત્રી અમરિન્દરિંસહ દ્વારા કરવામાં આવી હતી. ઘટના બાદ હચમચી ઉઠેલા પંજાબ સહિત દેશના રાજ્યોમાં હાઇ એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી. ત્રાસવાદી ઘટના તરીકે ગણાતા આ હુમલા બાદ રા»ટ્રીય તપાસ સંસ્થા એનઆઇએ દ્વારા તેમાં તપાસ હાથ ધરવામાં આવી છે. પંજાબમાં અમૃતસરના રાજા સામસી વિસ્તારના એક ધા##352;મક ડેરા ઉપર કરવામાં આવેલા ગ્રેનેડ હુમલાથી સમગ્ર દેશ હચમચી ઉઠâાે હતાે. આ ગ્રેનેડ હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા. આ બ્લાસ્ટમાં 20થી વધુ લોકો ગંભીરરીતે ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટ બાદ પંજાબના તમામ શહેરો સહિત વિવિધ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી હતી. અમૃતસર નજીકના રાજા સામસી વિસ્તારમાં આ બ્લાસ્ટ કરાયો હતાે.રાજા સામસી ગામના નિરંકારી ભવનમાં બપાેરે બુરખાધારી મોટરસાયકલ પર આવેલા શખ્સાેએ બે ગ્રેનેડો ઝીંક્યા હતા. ગ્રેનેડ ઝીંક્યા બાદ મોટરસાયકલ પર આવેલા શખ્સાે ફરાર થઇ ગયા હતા. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતાે કે, લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. નિરંકારી સમુદાયના લોકોમાં વ્યાપક દહેશત ફેલાઈ ગઈ હતી. બ્લાસ્ટ કરવામાં આવ્યો ત્યારે સત્સંગ કાર્યક્રમ ચાલી રહ્યાાે હતાે અને કાર્યક્રમમાં સેંકડો લોકો ઉપસ્થિત હતા.

Comments

comments

VOTING POLL