અમેરિકામાં અભ્યાસ માટે જતાં વિધાર્થીઓ માટે માઠા ખબર:જાહેર કરાઈ નવી એડવાઈઝરી

April 12, 2019 at 1:23 pm


વોશિંગ્ટન ખાતેના ભારતીય દૂતાવાસે ભારતના વિધાર્થીઓને અમેરિકી યુનિર્વિસટીમાં પ્રવેશ મેળવતાં પહેલાં કુનેહ દાખવીને સાવચેતી રાખવા સલાહ આપી છે. અમેરિકી સત્તાવાળા દ્રારા ઇમિગ્રેશન કૌભાંડનો તાગ મેળવવા ઉભી થયેલી બનાવટી શિક્ષણ સંસ્થામાં પ્રવેશ મેળવીને ૧૦૦ ભારતીય વિધાર્થી મુશ્કેલીમાં મુકાયા પછી વોશિંગ્ટન ખાતેના ભારતીય દૂતાવાસે આ એડવાઇઝરી બહાર પાડી છે.
એડવાઇઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે યુનિર્વિસટી ખરેખર કોઇક સંકુલમાં કાર્યરત છે કે પછી વહીવટી કામગીરી માટેનું સંકુલ અને વેબસાઇટ જ ધરાવે છે કે કેમ ? તેની તપાસ કરી લેવી જર છે. જો યુનિર્વિસટી શૈક્ષણિક સંકુલ ના ધરાવતી હોય તો તેને વિશ્વસનીય યુનિર્વિસટી ના માની શકાય અને આવી યુનિર્વિસટીમાં પ્રવેશ ટાળવો જોઇએ.

યુનિર્વિસટી નિયમીત પ્રાધ્યાપકો ધરાવે છે કે કેમ તે પણ જાળવું જોઇએ. જો આમ ના હોય તો તેવી સંસ્થામાં પ્રવેશ મેળવવો જોઇએ નહીં. આવી બનાવટી યુનિર્વિસટી માત્ર વહીવટી સ્ટાફને જ રાખતી હોય છે અને વેબસાઇટ પર પ્રાધ્યાપકોની વિગતો પણ નથી હોતી.
યુનિર્વિસટીમાં ચોક્કસ અભ્યાસક્રમ, ઇતર પ્રવૃત્તિ કે શૈક્ષણિક પ્રવૃત્તિ થાય છે કે નહીં તેની તપાસ કરીને જ તેમાં પ્રવેશ મેળવવો હીતકર છે. જો આવું કોઇ શૈક્ષણિક માળખુ ના હોય તો તેમાં પ્રવેશ ટાળવો જોઇએ.

Comments

comments

VOTING POLL