અમેરિકામાં આટલાન્ટા ખાતે રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળની પાંચમી શાખાનો પ્રારંભઃ ભરચક્ક કાર્યક્રમો

August 30, 2018 at 3:56 pm


અમેરિકામાં રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળની ન્યુજસ}, શિકાગો, ફિનિકસને ડલાસ ઉપરાંત પાંચમી શાખા આટલાન્ટા ખાતે શરૂ કરાઈ રહી છે. આ માટે તા.3જી સપ્ટેમ્બર સુધી વિવિધ ધામિર્ક તેમજ સેવાકીય-સામાજિક આયોજનો કરાયા છે.

ગુરૂવારે સંત દેવકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં પુરાણી દેવપ્રસાદદાસજી સ્વામી તથા શાંતિપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર છ દિવસીય ઉદઘાટન મહોત્સવ યોજાયો છે. જેમાં આટલાન્ટાની સેવા પ્રવૃતિ સંભાળનાર શ્રૃતિપ્રકાશદાસજી સ્વામીએ મહોત્સવ અંગે શ્રાવણ માસને લક્ષ્યમાં રાખી જણાવ્યું હતું કે, આ મહોત્સવ દરમિયાન શ્રીમદ ભાગવતજીની કથા, મહાવિષ્ણુયામ, સ્વામિનારાયણ મંત્રધૂન, સમૂહ મહાનૂજા તશે.

જયારે ત્રણ આેગસ્ટના ભગવાન સ્વામિનારાયણ રાધાકૃષ્ણદેવ, સીતારામજી તથા ગણપતિદાદાને હનુમાનજીદાદાની પ્રતિષ્ઠા કરવામાં આવશે. રાત્રે જન્માષ્ટમી ઉત્સવ ભવ્યતા અને દિવ્યતા સાથે ભિક્તમય રીતે ઉજવાશે.

બાળકો, યુવાનો તેમજ મહિલા મંચનો કાર્યક્રમ ખાસ બહેનો દ્વારા જ તા.2 આેગસ્ટે બપોરે 1થી 3 કલાક દરમિયાન યોજાશે.

તા.4 નવેમ્બર-2017ના ચર્ચ સહિત 10 એકર ભૂમિ સંપાદિત કરાઈ હતી તે 20,000 હજાર ફૂટનું બાંધકામ નવ માસમાં જ ચર્ચને પૂર્ણ રિનોવેશન કરી મંદિર, સત્સંગ હોલ ડાયનિંગ હોલ બાળકો, યુવાનોને બાલિકાઆે માટેના ગુજરાતી, હિન્દી, સંગીત, યોગના કલાસો તેમજ સંત આશ્રમનું નિમાર્ણ કરવામાં આવ્યું છે.

આ ઉદઘાટન મહોત્સવ દરમિયાન જુદા જુદા દિવસે વ્યાખ્યાનમાળામાં શાસ્ત્રી હરિપ્રિયદાસજી સ્વામી, શાસ્ત્રી ધર્મ નંદનદાસજી સ્વામી પુરાણી કૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી તેમજ પુરાણી દેવપ્રસાદદાસજી સ્વામી વ્યાખ્યાન આપશે.

ત્યાગવંભદાસજી સ્વામી તથા ધર્મચરણદાસજી સ્વામી વગેરે સંતોની સાથે ઘનશ્યામભાઈ ઢોલરિયા, ખિશોરભાઈ સાવલિયા, મુકેશભાઈ રામાણી, વિનુભાઈ શેલડિયા, નરેશભાઈ ભંડેરી, મનિષભાઈ હિરાણી, સંદિપભાઈ ભૂંગાણી, ચતુરભાઈ સભાયા વગેરે ભકતો તન મદ ધનથી સેવા કરી રહ્યા છે. આ પ્રસંગે ભારતથી લક્ષ્મીનારાયણ સ્વામી, કેશવપ્રિય સ્વામી, ભિક્તતનય સ્વામી, તીર્થ સ્વામી, ધ્યેય સ્વામી વગેરે 30 સંતોનું આગમન થયું છે.

Comments

comments

VOTING POLL