અમેરિકામાં એરપોર્ટ પર પાક. વડાપ્રધાનના કપડાં ઉતરાવ્યા

March 28, 2018 at 11:38 am


પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીન અમેરિકામાં એરપોર્ટ પર રૂટીન સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડ્યું. પાકિસ્તાની મીડિયાએ તેને અપમાન ગણાવ્યું છે. આપ્ને જણાવી દઇએ કે અમેરિકાએ વીઝા બેન કરીને, રક્ષા મદદ રોકીને અને કેટલીય કંપ્નીઓને પ્રતિબંધિત કરીને પાકિસ્તાનને જોરદાર ઝાટકો આપ્યો છે. સોમવારના રોજ અમેરિકાએ પાકિસ્તાનની 7 કંપનીઓને પરમાણુ વેપાર મામલામાં પ્રતિબંધિત કરી દીધી.
પાકિસ્તાનની ટીવી ચેનલ્સ પર ચાલી રહેલા સમાચાર મુજબ પીએમ અબ્બાસીને બેગ અને કોટ માટે સિક્યોરિટી ચેકિંગમાંથી નીકળતા દેખાયા છે. પાક. ચેનલ આ વીડિયોમાં જોન એક કેનેડી એરપોર્ટ પર પીએમ શાહિદ ખાકાન અબ્બાસીને સામાન્ય નાગરિકની જેમ કપડાં ઉતારીને ચેકિંગ કરાવતા દેખાઇ રહ્યાં છે. આ મામલો ત્યારે સામે આવ્યો છે જ્યારે ટ્રમ્પ સરકાર પાકિસ્તાન પર વીઝા બેન લગાવા પર વિચાર કરી રહ્યું છે. તેઓ ગયા સપ્તાહે તેમની બીમાર બહેનને મળવા માટે અમેરિકા ગયા હતા. જો કે તેમની મુલાકાત ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસ સાથે પણ થઇ હતી.

પાકિસ્તાની સમાચાર ચેનલ પર એન્કર તેને શરમજનક ગણાવી રહી હતી. એક ચેનલ પર દશર્વિામાં આવતું હતું કે તેઓ ખાનગી મુલાકાતે ગયા હતા પરંતુ તેમને શરમ આવવી જોઇએ. વડાપ્રધાન પાસે ડિપ્લોમેટિક પાસપોર્ટ હોય છે. ખાનગી મુલાકાત જેવી કોઇ વાત હોતી નથી. તેઓ 22 કરોડ દેશવાસીઓનું પ્રતિનિધિ કરે છે. મીડિયા રિપોટ્ર્સના મતે આતંકવાદને આશરો આપવાના મામલામાં ટ્રમ્પ પાકિસ્તાન પર કારસો કસવામાં કોઇ કસર છોડી રહ્યાં નથી.

Comments

comments

VOTING POLL