અમેરિકામાં પિતાની હત્યા કરનાર ગુજરાતી યુવાનને 25 વર્ષની જેલ

June 1, 2018 at 10:58 am


પોતાના પિતાની ગોળી મારીને હત્યા કરનાર 22 વર્ષીય મૂળ ગુજરાતી પુત્રને કોર્ટે 25 વર્ષ કારાવાસની સજા ફટકારી છે. આ સજા એવી આકરી છે કે આરોપી વિશાલ શાહને 85 ટકા સજા કાપ્યા બાદ જ પેરોલ મળી શકશે મતલબે તેની આખી યુવાની જેલમાં વિતાવવી પડશે. .

મિડલસેક્સ કાઉન્ટીના વકીલ એન્ડ્રયૂ કારેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ન્યૂ બ્રૂન્સવિકમાં સુપરિયર કોર્ટના જજ કોલીન ફ્લાઇને ન્યૂજર્સીના રહેવાસી શાહને તેના પિતા 53 વર્ષીય પ્રદીપકુમાર શાહની હત્યા બદલ ગત અઠવાડિયે સજા ફટકારી હતી. ન્યૂ જર્સી રાજ્ય કારાવાસમાં 25 વર્ષની સજાનો મતલબ નો અર્લી રિલીઝ એક્ટ’ છે, જેનો મતલબ એ થયો કે શાહને 85 ટકા મુદત જેલમાં ગાળવી પડશે અને તે પછી જ તેને પેરોલ મળી શકશે.

Comments

comments

VOTING POLL