અમેરિકી મધ્યસત્રીય ચૂંટણીમાં ટ્રમ્પને ઝટકોઃ ડેમોક્રેટના ઉમેદવારોની સતત આગેકૂચ

November 7, 2018 at 10:43 am


અમેરિકામાં મધ્યસત્રિય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને મોટો લાગ્યો છે તો તેની હરિફ ડેમોક્રેટ પાર્ટી સતત લીડ કરી રહી છે. આ પરિણામો બાદ ખબર પડી જશે કે અમેરિકી લોકો ટ્રમ્પના શાસનથી ખુશ છે કે નાખુશ છે. શરૂઆતી પરિણામો અનુસાર કન્સાસથી ડેમોક્રેટ ઉમેદવાર શેરિસ ડેવિડસ કાેંગ્રેસમાંથી જીતનારા પ્રથમ અમેરિકી મુળના મહિલા છે.

કોલોરેડોમાં ડેમોક્રેટિક ઉમેદવાર જેરેડ પોલિસે જીત હાંસલ કરી છે. તે પહેલાં સમલ¦ગિક અમેરિકી ગવર્નર છે. જ્યારે અમેરિકી કાેંગ્રેસની પહેલી બે મુિસ્લમ મહિલાઆે રાશિદા તલૈબ અને ઈલ્હાન આેમરને પસંદ કર્યા છે. રિપબ્લીકન ઉમેદવાર ટેડ ક્રુઝને ટેક્સાસના સેનેટર તરીકે બીજી વખત પસંદ કરાયા છે. ડેમોક્રેટસે અમેરિકાના હાઉસ આેફ રિપ્રેઝન્ટેટીવનું નિયંત્રણ ફરીથી પરત લઈ લીધું છે.

આ ચૂંટણીના પરિણામો એટલા માટે મહત્ત્વના છે કેમ કે તેમાં ટ્રમ્પના પાછલા બે વર્ષના કામકાજનું પરિણામ જોવા મળશે. બે વર્ષ પહેલાં સામાન્ય ચૂંટણીમાં જીત હાંસલ કરનારા ટ્રમ્પ જો અમેરિકી કાેંગ્રેસ માટે યોજાયેલી આ મધ્યસત્રિય ચૂંટણી હારી જાય તો તેના માટે આ એક મોટો ઝટકો ગણાશે. આેપિનિયન પોલ અનુસાર ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવારોને જીત મળતી દેખાઈ રહી છે.

અમેરિકામાં સામાન્ય ચૂંટણી દર ચાર વર્ષે યોજાય છે પરંતુ રાષ્ટ્રપતિના ચાર વર્ષના કાર્યકાળની વચ્ચે યોજાનારી આ ચૂંટણીઆેને મધ્યસત્રિય કહેવાય છે. મંગળવારે શરૂ થયેલા મતદાનમાં સેનેટ એટલે કે અમેરિકી સંસદની ઉચ્ચ સદનની 100માંથી 35 સીટ અને પ્રતિનિધિ સભા એટલે કે નીચલા સદનની તમામ 435 સીટ માટે સાંસદ ચૂંટાવાના છે. તેમાં 35 રાજ્યોના ગવર્નર પસંદ કરવામાં આવશે.

Comments

comments

VOTING POLL