અમેરિકી હુમલામાં ફુંકાયેલો આસીમ યુપીનાે હતાે : રિપાેર્ટ

October 9, 2019 at 7:51 pm


અમેરિકાના હવાઈ હુમલામાં ફુંકાયેલો અલકાયદાનાે ભારતીય પેટાખંડનાે કમાન્ડર મૌલાના આસીમ ઉમર ઉત્તરપ્રદેશનાે નિવાસી હતાે. આસીમ ઉંમર સપ્ટેમ્બર મહિનામાં અમેરિકા દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં માયોૅ ગયો હતાે. અફઘાનિસ્તાનમાં અમેરિકાએ હવાઈ હુમલા કર્યા હતા. ઉંમર ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લાનાે નિવાસી હતાે જ્યાં તે સનાઉલ હક ઉફેૅ સનુના નામથી આેળખાતાે હતાે. સંભલના દિપાસરાય વિસ્તારમાં તે રહેતાે હતાે પરંતુ 1990ના દશકમાં તે પાકિસ્તાન જતાે રહ્યાાે હતાે. જુલાઈ 2018માં અમેરિકાએ આસીમ ઉંમરને પાેતાની ગ્લોબલ ટેરેરિસ્ટની યાદીમાં મુકી દીધો હતાે. આની સાથે જ અમેરિકાએ અલકાયદાની ભારતીય પેટાખંડની વિદેશી ત્રાસવાદીઆેની યાદીમાં પણ મુકી દેવામાં આવ્યો હતાે. અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સંસ્થા દ્વારા હવે ત્રાસવાદી આસીમના મોતના અહેવાલને સમર્થન છે. સાથે સાથે 23મી ના દિવસે કરવામાં આવેલા હુમલામાં અફઘાનિસ્તાનના હેલમાન્ડ પ્રાંતના મુસાકાલા જિલ્લામાં અન્ય છ અલકાયદાના ત્રાસવાદીઆે પણ ઠાર થયા હતા. દારુઉલુમ સાથ અÇયાસ કરીને 1991માં ગ્રેજ્યુએશન કરવામાં આવ્યા બાદ આસીમ ઉંમર પાકિસ્તાન જતાે રહ્યાાે હતાે. તે નાૈસેરા સ્થિત દારુલ ઉલુમ હક્કાની સાથે જોડાઈ ગયો હતાે. આ મદરેસાને જેહાદ યુનિવ##352;સટી તરીકે ગણવામાં આવે છે. પાેતાની બહેન અને અસકારી ટ્રેિંનગ લીધા બાદ તે હરકત ઉલ મુઝાહિદ્દીનનાે હિસાે બની ગયો હતાે. ત્યારબાદ તે તહેરિકે તાલિબાન સાથે પણ જોડાયો હતાે. તેની ત્રાસવાદી ગતિવિધિમાં ઉલ્લેખનીય ભૂમિકાના લીધે સÃટેમ્બર 2014માં એક વિડિયો સંદેશ જારી કરીને અલકાયદાના લીડર અલજવાહીરીએ તેને ભારત, મ્યાનમાર અને બાંગ્લાદેશમાં ત્રાસવાદી ગતિવિધિને વધારવા માટે ભારતીય પેટાખંડ માટે મોટી જવાબદારી સાેંપી હતી. ત્યારબાદ જવાહીરીએ ઉંમરને ભારતીય પેટાખંડમાં આતંકવાદી ગતિવિધિને વધારવા માટે કમાન્ડર તરીકેની જવાબદારી સાેંપી હતી. એજ વષેૅ અફઘાનિસ્તાનના મિરાનશાહ શહેરમાં જવાહીરીએ આસીમ ઉંમરને કમાન્ડર તરીકે પસંદ કરીને અન્યાેમાં વિશ્વાસ જગાવવાના પ્રયાસ કર્યા હતા. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં જારી રાખેલા હવાઈ હુમલાના ભાગરુપે સપ્ટેમ્બરમાં ત્રાસવાદી કેમ્પ પર હુમલા કરાયા હતા જેમાં આસીમ ઉંમરનું મોત થયું હતું. ઉત્તરપ્રદેશના નિવાસી હોવાની વિગત હવે ખુલી છે.

Comments

comments