અયોધ્યાના ચુકાદા પૂર્વે ફૈઝાબાદ પોલીસે 16000 સ્વયંસેવકોને તૈનાત કર્યા

November 6, 2019 at 11:06 am


Spread the love

સોશિયલ મીડિયા પર નજર રાખવા ફૈઝાબાદ પોલીસે 16000 સ્વયંસેવકોને તૈનાત કર્યા છે તેવું એક અધિકારીએ કહ્યું હતું. આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટ અયોધ્યા કેસનો ચુકાદો આપી શકે છે તે ધ્યાનમાં રાખીને ફૈઝાબાદ પોલીસે આ પગલું ભર્યું છે. ફૈઝાબાદના એસએસપી આશિષ તિવારીએ કહ્યું કે જિલ્લામાંના 1600 સ્થળો પર શાંતિ અને સૌહાર્દ જાળવવા 16000 સ્વયંસેવકો તૈનાત કરવામાં આવ્યા છે.
17મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ રામજન્મભૂમિ-બાબરી મિસ્જદ વિવાદ પર ચુકાદો આપશે તેવું માનવામાં આવે છે. ધામિર્ક બાબતો અંગે વાંધાજનક લખાણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા સામે ડિસ્ટિ²કટ મેજિસ્ટ્રેટ અનુજકુમાર ઝાએ શનિવારે આદેશ બહાર પાડéાે હતો.

રેડ, યલો, ગ્રીન અને બ્લૂ – એમ ચાર સુરક્ષા ઝોનનું સર્જન કરવામાં આવ્યું હતું તેવું તેમણે કહ્યું હતું. રેડ અને યલો ઝોન પર સેન્ટ્રલ પેરામિલિટરી ફોસિર્સ (સીપીએમએફ) તૈનાત કરાશે, જ્યારે ગ્રીન અને બ્લૂ ઝોનમાં પોલીસને તૈનાત કરાશે. વિવાદિત સ્થળનો રેડ ઝોનમાં, યલો ઝોન અયોધ્યાના પાંચ માઈલ પરિઘમાં, ગ્રીન ઝોન અયોધ્યાના 14 માઈલ પરિઘમાં અને અયોધ્યાના બાજુના જિલ્લામાં બ્લૂ ઝોન એ જ રીતે સુરક્ષા ઝોનનું વગ}કરણ કરવામાં આવ્યું છે.