અયોધ્યામાં આગામી રામનવમીએ રામમંદિરના શિલાન્યાસની સંભાવના

November 11, 2019 at 10:55 am


સરકાર આગામી રામનવમીના દિવસે અયોધ્યામાં રામમંદિર માટે શિલાન્યાસ કરે તેવી શકયતા છે એમ આ હિલચાલ અંગે જાણકારી ધરાવતા લોકોએ જણાવ્યું હતું. આગામી વર્ષે બીજી એપ્રિલે રામનવમી છે. મોટાભાગે શિલાન્યાસ વિધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.
સુપ્રિમ કોર્ટે 9મી નવેમ્બરના રોજ આપેલા ચુકાદામાં રામમંદિરના નિમાર્ણ માટે ત્રણ મહિનાની અંદર ટ્રસ્ટ બનાવવા કહ્યું હતું, તે સમયમર્યાદાને અનુરૂપ આ અંગે વિચારવામાં આવી રહ્યું છે. મંદિર બનાવવામાં બેથી ત્રણ વર્ષનો સમય લાગી શકે છે, તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાનની કચેરીએ અયોધ્યા જિલ્લા મેજિસ્ટ્રેટને સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ માટે ત્રણથી ચાર સ્થળ ચકાસવા કહ્યું છે જ્યાં તેઆે યોગ્ય રીતે મિસ્જદ બનાવી શકે.
સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે, મિસ્જદ બનાવવા માટે પાંચ એકર જમીન આપવાની રહેશે. આ સાથે વિવાદાસ્પદ સ્થળની 2.77 એકર જમીન પ્રસ્તાવિત ટ્રસ્ટને આપવામાં આવશે. વકફ બોર્ડે જણાવ્યું હતું કે, તે આ મહિનાના અંત ભાગમાં નિર્ણય લેશે કે તેણે આેફર સ્વીકારવી કે નહી, તેના પછી તે સ્થળપસંદગી અંગે નિર્ણય લેશે.
રામમંદિર ટ્રસ્ટ અન્ય મહત્વનાં મંદિરો જેવાં કે સોમનાથ મંદિર અને અમરનાથ શ્રાઈન બોર્ડ અથવા માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના માળખા પર જ આધારિત રહેશે.
કેન્દ્ર આ માટે 62.23 એકર જમીન આપશે અને આના માટે પ્રસ્તાપિત ટ્રસ્ટની આસપાસની જમીન મેળવવાની આવશે. રામ જન્મભૂમિ ન્યાસ પાસેની 43 એકર જમીન મેળવાશે, તેઆેને પણ પ્રસ્તાપિત ટ્રસ્ટનો હિસ્સો બનાવવામાં આવે તેમ મનાય છે.
જમીન સંપાદન દરમિયાન ન્યાસે સરકાર તરફથી આપવામાં આવેલું કોઈ પણ વળતર સ્વીકાર્યું નથી. બાકીની 20 એકર જમીન ઘણાં બધાં સંગઠનો જેવાં કે માનસ ભવન, સંકટ મોચન મંદિર, કથા મંડળ અને જાનકીમહલની માલિકી હતી.

Comments

comments