અયોધ્યા મામલે ગમે ત્યારે ચુકાદોઃ 500થી વધુની ધરપકડ

November 8, 2019 at 10:49 am


Spread the love

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો ગમે ત્યારે આવે તેવી સંભાવના છે. આ ચુકાદાને લઈને ઉત્તરપ્રદેશ અને ખાસ કરીને અયોધ્યામાં ખાસ સાવધાની રાખવામાં આવી રહી છે. ઉત્તરપ્રદેશ પોલીસના ડીજીપી આે.પી.સિંહે કહ્યું કે પોલીસ અત્યારે 1659 લોકોના સોશ્યલ મીડિયા એકાઉન્ટ ઉપર નજર રાખી રહી છે અને જરૂર પડી તો ઈન્ટરનેટ સેવાઆે પણ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.

ડીજીપીએ પોલીસ ફોર્સને આદેશ આપ્યો છે કે કોઈ પણ ભોગે શાંતિ જળવાઈ રહેવી જોઈએ. પોલીસ દ્વારા અત્યારે ફૂટ પેટ્રાેલિંગ કરવામાં આવી રહ્યું છે તો જિલ્લાધિકારીઆે ધર્મગુરૂઆે સાથે બેઠક કરી રહ્યા છે. તાજેતરના દિવસોમાં કુલ 6000 શાંતિવાતાર્આે થઈ છે.
તેમણે કહ્યું કે અમારા રડાર પર અત્યાર સુધી અંદાજે 10 હજાર લોકો આવ્યા છે અને અમે તેમને સીઆરપીસી હેઠળ પાબંદ કર્યા છે જેનાથી શાંતિભંગ ન થાય. આ પૈકી 450 લોકોને જેલમાં મોકલીદેવામાં આવ્યા છે. ફિલ્ડ બાદ અમારું સૌથી વધુ ધ્યાન સોશ્યલ મીડિયા ઉપર છે અને આ માટે એક ટીમને કામે લગાડવામાં આવી છે. અત્યાર સુધી 1659 લોકોના એકાઉન્ટ ઉપર પોલીસ નજર રાખી રહી છે.
ડીજીપએ ઉમેર્યું કે જો જરૂર ઉભી થશે તો ઈન્ટરનેટ સસ્પેન્ડ કરીદેવામાં આવશે. જો કે અત્યારે તેની કોઈ જરૂર લાગી રહી નથી. તેમણે આગળ કહ્યું કે અયોધ્યા સહિત અમુક સંવેદનશીલ વિસ્તારોની આેળખ કરી છે અને તેને બેરિકેડિ»ગ કરવામાં આવ્યું છે.