અયોધ્યા મામલે 2 ઓગસ્ટથી દરરોજ સુનાવણી: સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ

July 18, 2019 at 11:05 am


રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદમાં આજે સુપ્રીમ કોર્ટે એક મહત્વનો આદેશ આપતાં કહ્યું હતું કે આ કેસની 2 ઓગસ્ટથી દરરોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. આ વિવાદમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નીમાયેલી મધ્યસ્થતા કમિટીને 31 જૂલાઈ સુધીમાં પોતાનો રિપોર્ટ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. 31 જૂલાઈએ આ રિપોર્ટ આવી ગયા બાદ 2 ઓગસ્ટથી સુપ્રીમ કોર્ટના પાંચ જજની બેન્ચ ઓપ્ન કોર્ટમાં આ મામલે દરરોજ સુનાવણી હાથ ધરશે.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજની બંધારણીય બેન્ચે 11 જૂલાઈએ આ મુદ્દે રિપોર્ટ માગ્યો હતો.
બેન્ચે ત્રણ સભ્યોવાળી મધ્યસ્થતા સમિતિના અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ એફ.એમ.આઈ.કલીફુલ્લા પાસેથી આ મામલે અત્યાર સુધીમાં થયેલી કાર્યવાહી અને હાલની સ્થિતિ અંગે આજે રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું.

બેન્ચમાં જસ્ટિસ એસ.એસ.બોબડે, જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એ.નઝીર પણ સામેલ છે. બેન્ચે મુળ વાદીઓમાં સામેલ ગોપાલસિંહ વિશારદના એક કાનૂની ઉત્તરાધિકારી દ્વારા દાખલ અરજી પર સુનાવણી કરતા આ આદેશ આપ્યો હતો.
અરજીમાં વિવાદ પર ન્યાયિક નિર્ણય માટે મધ્યસ્થતા પ્રક્રિયા સમાપ્ત કરવાની માગ કરવામાં આવી હતી. આરોપ લગાવાયો હતોકે આ મામલે વધુ કંઈ થઈ રહ્યું નથી. બેન્ચે કહ્યું હતું કે અદાલત મધ્યસ્થતા સમિતિ દ્વારા દાખલ રિપોર્ટના અભ્યાસ બાદ 18 જૂલાઈએ આદેશ જારી કરશે. સમિતિમાં આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રીશ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુ પણ સમાવિષ્ટ છે.

Comments

comments

VOTING POLL