અયોધ્યા વિવાદઃ તારીખ પે તારીખ

January 5, 2019 at 10:05 am


રામ જન્મભૂમિ-બાબરી મિસ્જદ ભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં તારીખ પે તારીખ જેવું થયું છે.સુપ્રીમ કોર્ટે આદેશ જાહેર કર્યો છે કે આ મામલે આગળની સુનાવણી 10 જાન્યુઆરીએ થશે. દસ જાન્યુઆરી પહેલા આ મામલા માટે નવી બેંચનું ગઠન કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સવારે 10 વાગ્યે અને 40 મીનિટે સુનાવણી શરુ થઈ અને માત્ર 60 સેકન્ડ જ ચાલી.. હવે નવી બેંચ જ નક્કી કરશે કે શું આ મામલો ફાસ્ટટ્રેકમાં સાંભળવો જોઈએ કે નહી.

જો રોજેરોજ સુનાવણી હાથ ધરાય તો સપ્તાહમાં ફક્ત મંગળવાર, બુધવાર અને ગુરુવારે જ સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટમાં રોજેરોજ સુનાવણીનો આ નિયમ છે. અલ્હાબાદ હાઈકોર્ટમાં 100 દિવસ સુધી સુનાવણી ચાલી હતી. જો સુપ્રીમ કોર્ટમાં આ ઝડપથી જ સુનાવણી હાથ ધરાય તો પણ ચુકાદો આવતા આેછામાં આેછા આઠ મહિના લાગી શકે છે.

આ કેસમાં પ33 એક્ઝીબિટ, 87 સાક્ષીઆે જેમના નિવેદનો 14 હજાર પાનાંમાં છે અને બીજા હજારો દસ્તાવેજો જે સંસ્કૃત, ઉદૂર્, અરબી, ફારસી, હિન્દી અને અંગ્રેજીમાં છે. આ તમામ દસ્તાવેજો વાંચવામાં અને તેનો Kડો અભ્યાસ કરવામાં જ ઘણો સમય લાગી શકે છે.

આ કેસમાં એક પીઆઈએલ પર પણ સુનાવણી શરુ થવાની છે. િહ્રનાથ રામ નામના વકીલે માગણી કરી છે કે આ કેસની સુનાવણી જલદી કરીને તેનો ચુકાદો આપવો જોઈએ, કેમ કે આ કરોડો લોકોની આસ્થા સાથે જોડાયેલો કેસ છે, જોકે સુપ્રીમ કોર્ટ આ અગાઉ પણ કહી ચૂકી છે કે આ કેસમાં જલદી સુનાવણી હાથ ધરવામાં આવશે નહી.આવી સ્થિતિમાં આ કેસનો ચુકાદો લોક્સભાની ચૂંટણી પૂર્વે આવશે કે પછી આવશે તેના ઉપર સૌની નજર મંડાયેલી છે.

Comments

comments

VOTING POLL