અરરર ! આ દેશમાં થાય છે મૃતદેહ સાથે વિવાહ..

September 7, 2019 at 10:27 am


દુનિયામાં આમ તો ઘણી અજીબોગરીબ ઘટના બનતી જ હોય છે. જેના વિશે જાણીને આપણે પણ થોડી વાર માટે વિચારતા થઇ જાય કે આવું પણ હોય શકે શું ? ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક અનોખો અનૂટો દેશ છે ફ્રાન્સ, જેનાં કાનૂન પણ અજીબ છે. જેને જાણીને તમે પણ દંગ રહી જશો. ફ્રાન્સનો એક વિચિત્ર કાયદો છે કે જેના હેઠળ કોઈપણ વ્યક્તિ મૃત પુરુષ અથવા સ્ત્રી સાથે પણ લગ્ન કરી શકે છે. વધુમાં ચોકાવનારું તો એ છે કે આવા લગ્ન માટે લોકોએ રાષ્ટ્રપતિની પરવાનગી લેવી પડે છે. રાષ્ટ્રપતિ વિશેષ સંજોગોમાં તે વ્યક્તિને આ કાયદા હેઠળ મૃતક સાથે લગ્ન કરવાની મંજૂરી આપી શકે છે. સાથે તમને એ વાત પણ જણાવી દઈએ કે, એપ્રિલ ફૂલ ઉજવાવાની શરૂઆત ફ્રાન્સથી થઈ હતી. તો સાથે ફ્રાંસની એ પણ વિશેષતા છે કે અહિયાં મહિલાઓ દુનિયાના અન્ય દેશના મુકાબલે સૌથી વધુ સમય સુધી જીવિત રહે છે. સાથે ફ્રાંસની એ પણ ખાસિયત છે કે, ફ્રાન્સમાં લગભગ ૪૭૦૦ પ્રકારની પનીરની ડીશ બનાવવામાં આવે છે. વધુમાં જણાવીએ તો ફ્રાન્સ એ વિશ્વનો પહેલો દેશ છે જેમણે કિલોમીટર, કિલોગ્રામ, લિટર જેવી પહેલી આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ અપનાવી છે. લગ્ન પ્રસંગે સફેદ પોશાકો પહેરવાની પરંપરા ફ્રાન્સમાં છેલ્લા ૫૦૦ વર્ષથી પ્રચલિત છે. આમ, ફ્રાંસમાં આવી ઘણી પ્રકરની વિશેષતાઓ રહેલી છે.

Comments

comments