અરુણાચલ અને નેપાળને ધ્રુજાવતો ભૂકંપ

April 24, 2019 at 10:56 am


અરુણા પ્રદેશના પશ્ર્ચિમ સિયાંગમાં મોડીરાત્રે 1.45 વાગ્યે આવેલા ભૂકંપથી લોકોમાં ભયનું લખલખું પ્રસરી જવા પામ્યું હતું. આ ભૂકંપ પછી સવારે 6.14 વાગ્યે ફરીથી આંચકા અનુભવાતાં લોકો રીતસરના ધ્રુજી ગયા હતા. યુરોપીય-ભૂ મધ્ય સાગરીય ભૂકંપ કેન્દ્રના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર આ ભૂકંપ્ની તીવ્રતા 4.8 માપવામાં આવી છે. જો કે અત્યાર સુધી કોઈ જાનમાલનું નુકસાન થયું હોવાના અહેવાલો નથી.

ભૂકંપ્ની જાણકારી મળ્યા બાદ નેપાળની ઈમરજન્સી સેવાઓને હાઈએલર્ટ પર રાખવામાં આવી છે. નેપાળની નેશનલ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું કે સવારે 6.29 અને 6.40 પર ધાદિંગ જિલ્લામાં બે ભૂકંપ્ના ઝાટકા અનુભવાયા હતા. આ બન્નેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ક્રમશ: 5.2 અને 4.3 ટકા માપવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગની તરફ મળેલી સુચના અનુસાર અરુણાચલ પ્રદેશમાં ભૂકંપ્ના ઝટકા અનુભવાયા છે. આ ભૂકંપ અરુણાચલ પ્રદેશના પશ્ર્ચિમ સિયાંગમાં મોડીરાત્રે 1.45 વાગ્યે આવ્યો હતો. આ ભૂકંપ્ની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 5.8 માપવામાં આવી છે.

આ પહેલાં 9 એપ્રિલની સવારે નેપાળના પ્રદેશ નંબર સાતના ત્રણ જિલ્લામાં પણ ભૂકંપ્ના ઝાટકા અનુભવાયા હતા. આ ભૂકંપથી કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. ભૂકંપ માપક કેન્દ્ર સુરખેત અનુસાર સવારે 8.37 વાગ્યે બૈતડી, દાર્ચૂલા અને બઝાંગ જિલ્લામાં ભૂકંપ્ના ઝટકા અનુભવાયા હતા.

Comments

comments

VOTING POLL