અર્થતંત્રનું વાસ્તવિક ચિત્ર

July 6, 2019 at 10:07 am


ભારતના અર્થતંત્રને પાંચ ટિ²લિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાના વડા પ્રધાન મોદીના વિઝનને અમલમાં લાવવા 8 ટકા વૃિÙદર હાસલ કરવો પડશે તેવું નાણામંત્રીએ લોકસભામાં રજૂ કરેલા આર્થિક સર્વેક્ષણમાં સ્પષ્ટ જણાવાયું છે. 2019ના પ્રથમ ત્રિમાસિકમાં ભારતનો જીડીપી વૃિÙદર ફકત 5.8 ટકા થયો હતો જે ચીનના 6.4 ટકાથી પણ ઘટી ગયો હતો. 2019-20માં જીડીપી વૃિÙદર વધીને સાત ટકા થશે તેવું સર્વેમાં કહેવામાં આવ્યું છે. વિકાસનો લક્ષ્યાંક વ્યાવહારિક તેમ જ વાસ્તવિક છે અને યોગ્ય આર્થિક નીતિને આધારે દેશ આગામી પાંચ વર્ષમાં વિકાસનો સરેરાશ 8 ટકાનો દર પ્રાપ્ત કરી શકે છે.

સરકારે આ લક્ષયાંક પ્રાપ્ત કરવા માટે કેટલાક ઉપાયો પણ બતાવ્યા છે. જેમાં જીડીપીના વિકાસદરને વધારવા માટે ખાનગી રોકાણ અને નિકાસ વધારવાની તેમ જ રોજગારીની નવી તક ઊભી કરવાની જરુર છે તે મુખ્ય છે. આ ઉપરાંત ખાનગી રોકાણને વેગ આપવો, નિકાસ વધારવી, રોજગારીનું સર્જન, લક્ષ્યાંક હાસલ કરવા મહÒવના પરિબળો રહેશે તેવું સર્વેમાં ધ્યાન દોરવામાં આવ્યું છે.
2011-12થી રોકાણદર સતત ઘટી રહ્યાે છે અને હવે તે લઘુતમ સપાટીને સ્પર્શયો હોવાથી વધે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. જોકે અર્થતંત્ર ધીમું પડéું હોવાથી ટેક્સ પ્રાિપ્તમાં ઘટાડો થયો છે અને કૃષિ ક્ષેત્રમાં સરકારનો ખર્ચ વધવાથી ખાધ વધી શકે છે જે એક ચિંતાજનક બાબત કહી શકાય.

Comments

comments