અર્થતંત્ર મજબૂત પણ માેંઘવારીનું શુંં?

September 10, 2018 at 9:40 am


પેટ્રાેલિયમ પેદાશોના સતત વધતા જતા ભાવને કારણે દેશમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યાે છે તો બીજી તરફ તમામ એજન્સીઆેની ધારણાને ખોટી પાડીને ભારતનો ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ કવાર્ટરનો જીડીપી શાનદાર રીતે વધીને 8.2 ટકા રહ્યાે છે. મોદી સરકાર માટે આ ખૂબ જ આનંદના સમાચાર છે, પણ તેની સામે વિરોધ પક્ષો પેટ્રાેલ-ડીઝલ, રુપિયાની નબળાઈ અને નોટબંધીના મુદ્દે મોદી સરકાર પર માછલા ધોઈ રહી છે.

2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે, તે પહેલા દેશનો જીડીપી ગ્રાેથ રેટ આ રીતે ધારણા કરતાં વધુ વધી 8.2 ટકા આવે તો વિપક્ષોમાં તો સોપો જ પડી જાય તે સ્વાભાવિક છે. પણ જીડીપી વધીને આવ્યો તે તો દેશ માટે સારી જ વાત છે, પણ સાથે સાથે એ પણ વિચારવું જોઈએ કે ભારતીય ઈકોનોમી કેટલી મજબૂત છે.કારણકે અત્યારે રુપિયો ડોલર સામે બિચારો બની ગયો છે. જ્યારે જ્યારે રુપિયો નબળો પડéાે છે, ત્યારે માેંઘવારી વધી છે. વિદેશમાં એજ્યુકેશન લેવા જવાનું માેંઘુ થશે, ફરવા જવાનું માેંઘુ થશે, ટ્રાવેલિંગ વખતે શોપિંગ કરવાનું માેંઘુ થશે, આયાત થતી ઈલેક્ટ્રાેનિક્સ ચીજ વસ્તુઆે માેંઘી થશે.રુપિયો નબળો પડે તો ચાલુ ખાતાની ખાÛમાં વધારો થાય અને તેની વિદેશી રોકાણ પર નેગેટિવ અસર પડે છે.

જો આ તમામ ફેકટર પર અંકુશ મેળવવામાં નહી આવે તો ફૂગાવો વધી શકે છે. જીડીપી ગ્રાેથ વધીને આવ્યો તેનો ફાયદો ત્યારે જ મળે કે જ્યારે માેંઘવારી કાબુમાં હોય. કેન્દ્ર સરકારે આર્થિક નિષ્ણાતોની ટીમ સાથે ચર્ચા કરીને ડોલર સામે રુપિયાને તૂટતો અટકવવા જોઈએ. તૂટતો રુપિયો અને પેટ્રાેલ ડીઝલના વધતા ભાવ એ કેન્દ્ર સરકાર માટે સરદર્દ છે અને તેનો તાત્કાલિક ઉકેલ શોધવાની જરુર છે. આ ઉકેલ મળશે તો ભારતીય અર્થતંત્ર વધુ મજબૂત ગતિએ આગળ વધશે અને જીડીપી ગ્રાેથ 10 ટકા ઉપર નીકળી જવામાં કોઈ કચાશ બાકી નહી રહે.એકંદરે એટલું ચોક્કસ કહી શકાય કે, સરકારે ફરી વખત સત્તામાં આવવું હશે તો અત્યારથી માેંઘવારીના રાક્ષસને કાબુમાં લેવો પડશે.

Comments

comments

VOTING POLL