અર્થતંત્ર માટે અચ્છે દિન

August 10, 2018 at 9:54 am


ભારતીય અર્થતંત્ર સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થ તંત્ર છે તેવું ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે જાહેર કર્યું છે જે ભારત સરકાર માટે સારા સમાચાર જેવું છે. આગામી કેટલાક દાયકા માટે ભારત ભારત વૈશ્વિક અર્થકારણ માટે વૃદ્ધિનો સ્રાેત બનશે અને ચીનની ગરજ સારશે એમ જણાવતા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે ભારતને અર્થતંત્રમાં હજી વધુ માળખાકીય સુધારા કરવા હિમાયત કરી હતી. નોટબંધી અને જીએસટી જેવા પગલાંઆેને કારણે ભારતના અર્થતંત્ર વિષે જુદા જુદા અભિપ્રાયો આવતા રહ્યા હતા અને સરકારની નીતિરીતિની ટીકા પણ થતી હતી.હવે લાગે છે કે, આ અહેવાલ પછી ટીકાકારોની બોલતી બંધ થઇ જશે.

ભારતે જે પગલાં લીધા હતા તે લાંબા ગાળાની અસરો ઉભી કરનારા સાબિત થયા છે કારણ કે આ આર્થિક સુધારાના ફળ હવે મળવા માંડéા છે અને તેને કારણે ભારત સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે મોખરે જ રહેશે. ભારતીય અર્થતંત્ર એવો હાથી છે જેણે હવે દોડવામાં ઝડપ પકડી છે તેમ કહી ને પ્રશંશાના ફૂલ પણ ચડાવવામાં આવ્યા છે.

ભારત માટે સૌથી સારી બાબત એ છે કે, તે ચીન અને અમેરિકા પછીના ક્રમે આવે છે, ભારતીય અર્થતંત્ર નોટબંધી અને જીએસટીના બે મોટા ઝટકામાંથી પસાર થયું છે આખા દેશમાં જીએસટી લાગુ કરવો એ મોટી વાત છે કારણ કે ભારતમાં 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ છે. ભારતીય અર્થતંત્ર હવે બેઠું થયું છે અને ફરી પ્રગતિની રાહ પર આવ્યું છે. અહી એટલું કે કહેવું જરુરી લાગે છે કે, આ પ્રશંસાથી ભારતે ફુલાઈ જવાને બદલે આર્થિક સુધારાની દિશામાં વધુ અસરકારક પગલાં લેવા જોઈએ.

Comments

comments

VOTING POLL