અર્બન ડેવલપમેન્ટ આેથોરિટીમાં ચેરમેન તરીકે રાજકીય નિમણૂકો ન થતાં ભાજપમાં રોષ

August 30, 2018 at 11:00 am


અર્બન ડેવલપમેન્ટ આેથોરિટીઆેમાં ચેરમેન તરીકે કલેકટરના બદલે જે તે મહાનગરના મ્યુનિસિપલ કમિશનર જવાબદારી સંભાળશે તેવી જાહેરાત ગઈકાલે સત્તાવાર રીતે કરાયા બાદ ભાજપના આગેવાનોમાં ભારે રોષની લાગણી ફેલાવા પામી છે. અર્બન ડેવલપમેન્ટ આેથોરિટીઆેના ચેરમેન બનવાના ખ્વાબ જોતાં અનેક આગેવાનોના સપનાં સાકાર થયા નથી અને તેના કારણે ચૂંટણીના સમયે જ ભાજપમાં ભડકો થાય તેવી સ્થિતિ છે.

અર્બન ડેવલપમેન્ટ આેથોરિટીના ચેરમેન તરીકે કલેકટર રહે કે કમિશનર… તેનાથી અમને શું ફેર પડે ? તેવો બળાપો ભાજપના અનેક આગેવાનો કાઢી રહ્યા છે. અર્બન ડેવલપમેન્ટ આેથોરિટીના ચેરમેનની નિમણૂક કરવામાં આવશે તેવી આશા હતી પરંતુ રાજકીય નિમણૂકને બદલે માત્ર વ્યવસ્થા પરિવર્તન કરવામાં આવતાં ભારે રોષ જાગેલ છે.

આગેવાનો અને કાર્યકરોના રોષને ખાળવા માટે ટૂંક સમયમાં અન્ય બોર્ડ નિગમમાં નિમણૂકો કરવામાં આવે તેવી વાતો વહેતી થઈ છે. દિલ્હીની સૂચના મુજબ અર્બન ડેવલપમેન્ટ આેથોરિટીઆેમાં વ્યવસ્થા પરિવર્તન થયું હોવાનું ખૂલ્લેઆમ બોલાઈ રહ્યું છે.

Comments

comments