અલિયાબાડા-હાપા વચ્ચે કાલે સાંજે રેલવે ફાટકની કામગીરી સબબ 4 કલાક લાઈન બંધ

January 19, 2019 at 11:59 am


રાજકોટ રેલવે ડિવિજનમાં અલીયાબાડા હાપા રેલવે સ્ટેશનો વચ્ચે રેલવે ફાટક નં.184 ઉપર ગર્ડર હટાવવાની કામગીરી સબબ કાલે રવિવારે સાંજે 4-40થી 8-40 સુધી 4 કલાક એન્જીનીયરીગ બ્લોક એટલે કે લાઈન બંધ રાખવામાં આવનાર છે. જેના કારણે આેખા-ભાવનગર, વિરમગામ-આેખા બન્ને લોકલ ટ્રેનોને અસર થનાર છે.
ડીઆરએમ પી.બી.નિનાવેના જણાવ્યા મુજબ ટ્રેન નં.59208 આેખા-ભાવનગર આેખાથી તેના નિધારીત સમય બપોરે 2-45ને બદલે 2 કલાક મોડું એટલે કે સાંજે 4-45 વાગ્યે રવાના થશે. આ ઉપરાંત ટ્રેન નં.59503 વિરમગામ-આેખા લોકલ સુરેન્દ્રનગર અને અલીયાબાડા વચ્ચે એક કલાક સુધી સ્ટેશનો પર હોલ્ટ કરતી આગળ વધશે.

Comments

comments

VOTING POLL