અલ્ટ્રાટેક સામેના પ્રદર્શનકારીઓ પર થયેલ પોલીસ દમનની તપાસ CIDને સોંપતી હાઇકોર્ટ

May 18, 2019 at 2:44 pm


ભાવનગર જિલ્લામાં મહત્પવા અને તળાજા તાલુકાનાં કેટલાક ગામોમાં અલ્ટ્રાટેક સિમેન્ટની લીઝ માઇનનો વિરોધ કરવા એકત્ર થતા હિંસક ઘર્ષણ થયુ હતુ અને સ્થાનિકો ઉપર પોલીસ દ્રારા દમન ગુજારવામાં આવ્યો હોવાની રાવ સાથે મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચતા આ પ્રકરણમાં પોલીસ દમનની તપાસ સીઆઇડી (ક્રિમીનલ ઇન્વેસ્ટીગશેન ડિપાર્ટમેન્ટ)ને સોંપવા ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યેા છે. આ ઉપરાંત લાઇમ સ્ટોન ખનન અંગે વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતોની એક સ્વતત્રં સમિતિ બનાવી ત્રણ મહિનામાં અહેવાલ રજુ કરવા રાજય સરકારને હાઇકોર્ટે આદેશ કર્યેા છે. શાંતિપૂર્વક વિરોધ કરી રહેલા ગામલોકોને પોલીસ અધિકારીઓએ પહોંચાડેલી ભારે ઇજાઓને ધ્યાને લેતા આ ઘટનાની તપાસ ભાવનગર પોલીસ કરે તે યોગ્ય નથી તેવું પણ હાઇકોર્ટે નોંધ્યુ હતુ. ઉલ્લેખનિય છે કે, પાંચ માસ પૂર્વે જાન્યુઆરી–૨૦૧૯માં ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ હતુ જેમાં પોલીસે અત્યાચાર ગુજાર્યેા હોવાનું ફરિયાદ ઉઠી હતી.
હાઇકોર્ટમાં આ પ્રકરણનાં અરજદારોની રજુઆત હતી કે અલ્ટ્રાટેક સિમેન્ટને લાઇમ સ્ટોનના ખનન માટે ભાવનગર જિલ્લાના તળાજા અને મહત્પવા તાલુકામાં અમુક જગ્યાએ લીઝ આપવામા આવી છે. બન્ને તાલુકાના ૨૦ ગામોની ખેતી અને બિન ખેતી જમીનો આ લીઝમાં જતી રહી હોવાનો તેમજ કેન્દ્ર સરકારના પર્યાવરણ અને કલાયમેન્ટ ચેન્જ મંત્રાલયની મંજૂરી કંપની પાસે ન હોવાનો આક્ષેપ અરજદારોનો છે. જેના વિરોધમાં વિરોધ પ્રદર્શન માટે નીચા કોટડાની લીઝ માઇન ખાતે એકત્ર થયા હતા. જે પૈકી મહિલાઓ અને ૨૦૦ બાળકો હતા. તેમનો વિરોધ શાંતિપૂર્ણ હોવા છતા પોલીસે તેમના પર ટીયરગેસના શેલ છોડી લાઠીચાર્જ કર્યેા હતો. ત્યારબાદ ૩૮ વ્યકિતની ધરપકડ કરી તેમને દાઠા પોલીસ સ્ટેશન લઇ જવામા આવ્યા હતા. જયાં તળાજાના ડીવાયએસપી નરેન્દ્રસિંહ જાડેજા હાજર હતા અને તેમના આદેશથી ૫૦ થી ૭૦ પોલીસ કર્મીઓએ લાઠીથી તેમના પર અત્યાચાર ગુજાર્યેા હતો. ત્યારબાદ સાંજના સમયે પોલીસ સ્ટેશને વિરોધ કરવા માટે ૨૦૦૦ લોકો એકઠા થયા હતા અને પોલીસ કાફલા સાથે ઘર્ષણ થયુ હતુ. ઘર્ષણ શરૂ થતા વધુ પોલીસ કાફલો અને જિલ્લા પોલીસ વડા આવી પહોંચ્યા હતા. ત્યારબાદ વધુ ૫૪ લોકોની ધરપકડ કરી તમામ ૯૨ લોકો પર અત્યાચાર ગુજારવામા આવ્યો હતો. તમામ લોકો ઇજાગ્રસ્ત થતા તેમને તળાજાના પબ્લીક હેલ્થ સેન્ટરમાં લઇ જવામા આવ્યા હતા. જે પૈકી ૪૬ લોકો ગંભીર ઇજા તેમજ ફેકચર હોવાથી તેમને ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા.
પોલીસ સ્ટેશનમાં વિરોધ પ્રદર્શનમાં ધરપકડ કરાયેલા ૫૪ લોકોને બીજા દિવસે તળાજાના યુડીશ્યલ મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરવામા આવ્યા હતા. જયાં ઇજાગ્રસ્તોએ પોલીસ કર્મીઓ સામે કસ્ટોડીયલ હિંસા અને દમન અંગે કાર્યવાહીની માંગણી કરી હતી. કાયદા અનુસાર યુડીશ્યલ મેજીસ્ટ્રેટે તેમની ફરિયાદ સેશન્સ જજને ફોરવર્ડ કરી હતી. પરંતુ આ ઘટનાને ત્રણ અઠવાડીયા વીતવા છતા પોલીસકર્મીઓ વિરૂદ્ધ કોઇ કાર્યવાહી ન થતા અરજદારોએ હાઇકોર્ટમાં રીટ કરી હતી

Comments

comments

VOTING POLL