અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવાની શકયતા વચ્ચે ભાજપના રાષ્ટ્ર્રીય પ્રમુખ અમિત શાહ આજે સાંજે અમદાવાદ આવશે

April 10, 2019 at 12:26 pm


ગુજરાતના રાજકારણમાં ભારે ઉથલ–પુથલ ના સંકેત આપતા કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા આજે ભાજપમાં જોડાઈ રહ્યા હોવા ની વહેતી થયેલી અટકળો વચ્ચે ભાજપના રાષ્ટ્ર્રીય પ્રમુખ અમિત શાહ આજે સાંજે અમદાવાદ આવી રહ્યા હોવાથી ગુજરાતના રાજકારણમાં એકાએક ભારે ઉત્તેજના સર્જાઈ છે.

અમિત શાહના ગુજરાત આગમન વિશે ભારે ચૂપકીદી સેવાઈ રહી છે અને તેમનો કોઈ સત્તાવાર કાર્યક્રમ હજુ સુધી જાહેર કરાયો નથી પરંતુ ભાજપના સૂત્રોનું માનીએ તો અમિત શાહ માત્ર સામાજિક કામ માટે આજે સાંજે અમદાવાદ આવી રહ્યા છે.
ગુજરાતની ૨૬ બેઠકો માટે લોકસભાની ચૂંટણીની તારીખ જેમ–જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ભારે ઊથલપાથલ જોવા મળી રહી છે. ગત વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં કોંગ્રેસ તરફી વાતાવરણ સર્જાયું હતું પરંતુ ત્યારબાદ લોકસભાની ચૂંટણી આવતા હતા ભાજપે આબાદ રીતે રાજકીય જાળ બિછાવી કોંગ્રેસનું ઘર ખાલી કરાવવાનો સફળ પ્રયાસ કર્યેા છે જેના કારણે ગુજરાતમાં દિનપ્રતિદિન કોંગ્રેસની હાલત નબળી થતી જાય છે અને હવે તો દર બીજા કે ત્રીજા દિવસે કોંગ્રેસના કોઈને કોઈ ધારાસભ્ય તથા જિલ્લા તાલુકા ના આગેવાનો કોંગ્રેસને રામ રામ કરી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી રહ્યા છે. ગુજરાતમાં રાજકીય રીતે કોંગ્રેસને મૃતપ્રાય સ્થિતિમાં ધકેલી દેવા પાછળ ભાજપના રાષ્ટ્ર્રીય પ્રમુખ અમિત શાહની ચાણકયનીતિ કામ કરી રહી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે

Comments

comments

VOTING POLL