અલ-વસીલા ટગના માસ્ટરના અકસ્માત મૃત્યુ સબંધે કોઇ નકકર કાર્યવાહી નહી

February 12, 2019 at 2:29 pm


ગુજરાત મેરીટાઇમ બોર્ડનાં ઘોઘા-દહેજ રો-રો ફેરીનાં ટ્રાયલ રન સમયે ગત તા.25-10-18નાં દહેજ રો-રો પોઇન્ટની જેટી ખાતે ઇન્ડિગો સીવેજની માલિકીનાં બોયેજ સીમ્ફની નામનું શીપ અને સાન મરીન-વસીલા શીપીગ કંપનીની અલ-વસીલા-3 વાળી ટગને અકસ્માત થતા અલ-વસીલાનાં ટગ સાથે 7 ખલાસી ડુબી ગયા હતા જેમાં 6 ખલાસી બચી ગયેલ અને હિરાભાઇ માધાભાઇ જેઠવા ટગ-માસ્ટર હતા, તેઆેનું ડુબી જવાથી મૃત્યુ થયેલ.
આ અકસ્માત અંગે અનેકવાર ઘોઘા ગામનાં આગેવાનો દ્વારા રજુઆતો કરવામાંઆવેલ છતાં આજે સાડા ત્રણ માસ જેવો સમય થયો હોવા છતા જીએમબી, ઇન્ડિગો અને સાન-મરીન તરફથી કોઇ જ પ્રકારનો જવાબ અપાયેલ નથી. અકસ્માત સમયે અલ-વસીલા ટગ ઉંધી વળી ગયેલ તે બાબતની જાણ હોવા છતાં રો-રો શીપનાં ક્રુ મેમ્બરો દ્વારા તેમનાં રેસ્કયુ-બચાવ અંગે કોઇ જ કાર્યવાહી કર્યા વગર ફºલ સ્પીડે રો-રો શીપને ઘોઘા જેટી તરફ મારી મુકેલ તેવો સ્વર્ગસ્થ હિરાભાઇ માધાભાઇનાં પરિવારજનોએ આક્ષેપ કરેલ. આ બાબતે કોઇ નકકર કાર્યવાહી કરવામાં ન આવતા સ્વ.હિરાભાઇ જેઠવાનાં પિત્ન તથા તેમનાં પરિવારજનો તથા કોળી સમાજનાં પ્રમુખ મુકેશભાઇ ગોહિલ, ઘોઘા સરપંચ અન્સારભાઇ રાઠોડ તથા ઉપસરપંચ લવજીભાઇ વિગેરેએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પરિવારજનોને આિથર્ક સહાયની મદદ મળે અને તટસ્થ પોલીસ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Comments

comments

VOTING POLL