અશાંત ધારાને વધુ કડક બનાવવા કાયદો સુધારાશેઃ ચક્રાે ગતિમાન

August 28, 2018 at 12:25 pm


રાજ્ય સરકારે ફરી એક વાર અશાંત ધારાને વધુ કડક અને ધારદાર બનાવવાની દિશામાં સqક્રય વિચારણા હાથ ધરી છે. આ સંદર્ભમાં કાયદા વિભાગ તથા ગૃહ વિભાગ સહીત જુદા-જુદા સંબંધિત વિભાગોનો અભિપ્રાય મેળવી એક વિગતવાર સુધારો તૈયાર કરવામાં આવી રહ્યાે છે અને આ સુધારો આગામી દિવસોમાં મુખ્યમંત્રી સમક્ષ રજુ કરી તેમની અનુમતિ બાદ કેબિનેટની બેઠકમાં રજુ કરશે અને કેબિનેટની મંજૂરી મેળવી જાહેરનામા દ્વારા કે વિધાનસભાની બહાલી મેળવી સુધારા સાથેના કાયદાનો ચુસ્તપણે અમલ કરાશે .
વિશ્વાસપાત્ર સૂત્રોના જણાવ્યા મુજબ હાલના તબક્કે રાજ્ય સરકાર અશાંત ધારાને સ્પર્શતી કાયદાકીય જોગવાઈઆે અને તેના અમલીકરણ વગેરેની વિગતો એકત્ર કરી રહી છે.જેમાં ખાસકરીને રિયલ એસ્ટેટને સ્પર્શતા અન્ય કાયદાની જોગવાઇઆેમાં ફેરફાર કરવાની શક્યતા વતાર્ઈ રહી છે.
અમદાવાદના પાલડી વિસ્તારના વષાર્ ફ્લેટના બનાવને પગલે આ મૂળભૂત કાયદામાં કેટલીક ત્રુટિઆે રહી ગઈ હોવાનું રાજ્ય સરકારના ધ્યાન પર આવતા અને ભાજપના ધારાસભ્યો દ્વારા પણ આ સંદર્ભમાં ઉગ્ર રજૂઆતો થતા સરકારે હવે કેટલાક વિશેષ સુધારા કરી અશાંત ધારાને વધુ ધારદાર બનાવવાનો નિર્ણય કર્યો છે.
સૂત્રોએ એમ પણ જણાવ્યું હતુંકે અશાંત ધારાના સુધારામાં રિ-ડેવલપમેન્ટ સહીત રજીસ્ટ્રેશન એક્ટમાં પણ નાેંધપાત્ર સુધારા કરશે. આ ઉપરાંત અશાંત વિસ્તારમાં આવેલી મિલકતોની યથાસ્થિતિ કોમ્પ્યુટરમાં લોક કરી દેવાશે જેના પરિણામે મિલકતના ખરીદ-વેચાણ પર કોમ્પ્યુટર કક્ષાએથીજ રોક લાગી જશે. અશાંત વિસ્તારની મિલ્કતો વેચવા માટે હવે આજુબાજુ તથા આમને સામને રહેતા પાડોસીઆેની તથા સોસાયટીના બહુમત સભ્યોની મંજૂરી મેળવવી જરુરી ગણાશે .આ ઉપરાંત જુના કાયદા મુજબ પોલીસ તથા કલેક્ટરની મજૂરી પણ આવશ્યક ગણાશે.
અત્રે એ ઉલ્લેખનીય છે અમદાવાદ, વડોદરા,સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં જુના સિંગલ મકાનોનું ખરીદ વેચાણ અશાંત ધારાની જોગવાઈ મુજબ થયું હોવા છતાં એક જુના મકાનના રી-ડેવલોપમેન્ટના નામે ત્યાં ચાર-પાંચ માળના ફ્લેટ કે તેથી વધુ માળની બહુમાળી ઇમારત બની જતી હતી જેને કાયદા મુજબ રોકી ના શકાતા એક જ ધર્મ,જાતી કે જ્ઞાતિના લોકોની વસ્તી અનિયંત્રિત બની જતા સામાજિક સમસ્યાઆે વકરવા લાગી હતી.જેના પરિણામે જૂનો અશાંત ધારો બિન અસરકારક બની જતા ભાજપના ધારાસભ્યો તથા જાગૃત નાગરિકો વગેરે સરકાર ઉપર આ ધારાને વધુ કડક બનાવવા માટે ભારે દબાણ વધાર્યું હતું અને આ અંગે મુખ્યમંત્રી સમક્ષ થયેલી વિસ્તૃત રજૂઆતો બાદ મુખ્યમંત્રીની સૂચનાથી જ આ કાયદામાં સુધારા લાવવાની જોરદાર કવાયત હાથ ધરવામાં આવી છે.

Comments

comments

VOTING POLL