અસ્માવતી રિવર ફ્રન્ટનું બીજી આેકટોબરે લોકાર્પણ થવાની શકયતા

September 14, 2019 at 1:59 pm


પોરબંદરમાં 40 કરોડના ખર્ચે તૈયાર થયેલ અસ્માવતી રિવર ફ્રન્ટનું બીજી આેકટોબરે લોકાર્પણ થવાની શકયતા જોવાઇ રહી છે અને લોકાર્પણ માટેની તૈયારીઆે અંતિમ તબક્કામાં પહાેંચી ગઇ છે. સંભવતઃ ગૃહમંત્રી અમીતશાહ સહિત મુખ્યમંત્રીની ઉપિસ્થતીમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે.
પ્રવાસનને વેગ આપવા તેમજ પોરબંદરને સૌથી વધુ મહત્વ આપીને રાજ્યસરકાર દ્વારા અમદાવાદ-સાબરમતીમાં જે રીતે રિવરફ્રન્ટ બનાવવામાં આવેલ છે એ જ રીતે કલ} જળાશય સ્થળે રિવરફ્રન્ટ તૈયાર કરવાની કામગીરી પાછળ કુલ રૂા. 40 કરોડના ખર્ચ કરવામાં આવ્યો છે. જે સૌરાષ્ટ્ર માટે ઘરેણા સમાન છે.
શહેરની પૂર્વ તરફ હાઈવે ઉપર આવેલ કલ}બ્રીજ થી બંધ થઈ ગયેલી એચ.એમ.પી. ફેકટરી સુધી કલ} રીવરફ્રન્ટ બનાવવાના કામ માટે પોરબંદર નગરપાલીકા દ્વારા સ્વણિર્મ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના આગવી આેળખ ઘટક ગ્રાન્ટની રકમ ફાળવેલ હતી. રીવરફ્રન્ટથી સારૂ પ્રવાસન સ્થળ તો મળશે જ જેની સાથાેસાથ નાના ધંધાથ}આેને રોજગારી મળશે.

રિવરફ્રન્ટ વિવિધ સુવિધાઆેથી ભરપુર
મુખ્ય રિવરફ્રન્ટ બે કિલોમીટરની લંબાઈમાં બન્યાે છે તેમાં 40 મીટરની પહોળાઈમાં 20 બાય 20 ના એ.સી. ગ્રીન હાઉસમાં વિવિધ પ્રકારના ફંલછોડ રાખવામાં આવશે. જે નિહાળીને પ્રજાજનોને પણ હ્રદયમાં આનંદની અનુભૂતિ થશે. આ ઉપરાંત 29,916 વિવિધ પ્રકારના રિવરફ્રન્ટની ચારે બાજુ અને વચ્ચે વૃક્ષો વાવવામાં આવશે જેમાં ખાસ કરીને 309 પામ વૃક્ષો, 100 નાળીયેરી અને અલગ-અલગ કલરના ગુલમહોર વગેરેનો સમાવેશ થાય છે. સમગ્ર રિવરફ્રન્ટમાં લોકોને બેસવા માટે 320 બેન્ચો બની છે તે ખાસ પ્રકારના કોટા સીમેન્ટ એટલે કે વ્હાઈટ માર્બલ જેવા દેખાવની બનાવવામાં આવી છે. 40 હજાર મીટરમાં ક્લોરીગ ગ્રેનાઈટ અને માર્બલથી મઢવામાં આવ્યા છે. જુદા-જુદા સ્થળે નાના-મોટા બગીચાઆે અને તેમાં માછલી, પશુ-પક્ષી સહિતના આકારના વૃક્ષો મહેંદીના તૈયાર થયા છે. 40 દુકાનો જેમાં રેસ્ટોરન્ટનો પણ સમાવેશ થાય છે તે તૈયાર થયા છે. 20 મેડીટેશન સેન્ટર, બાળકો માટેના અલગ વિભાગમાં રમત-ગમતના સાધનો, લપસપટ્ટી-ઝુલા વગેરે રહેશે. આ વર્ષે ચારેતરફ લીલોતરીભર્યા ઘાસની વચ્ચે એક પાર્ટી પ્લોટ તેમજ બે કિલોમીટરનો મોટો વિસ્તાર હોવાથી અલગ-અલગ સ્થળોએ ટોયલેટની પણ સુવિધા ઉપરાંત વૃદ્ધાે માટે રિવરફ્રન્ટમાં ફરવા માટે ઈલેક્ટ્રીક કાર અને તે માટે એક ખાસ બસસ્ટોપ, કેમેરા તેમજ ડ્રાેન કેમેરાથી સુસં સિક્યુરીટી વ્યવસ્થા વગેરે અનેકવિધ સુવિધાઆે સાથેનો આ રિવરફ્રન્ટ માત્ર પોરબંદરમાં જ નહી, પરંતુ દેશ-વિદેશના પ્રવાસીઆે માટે પણ આનંદદાયક અને ફરવાલાયક સ્થળ બની રહેશે.

બીજી આેકટોબરે લોકાર્પણની શકયતા
બીજી આેકટોબરે ગાંધીજયંતિના દિવસે ગૃહમંત્રી અમીતભાઇ શાહ તથા રાજયના મુખ્éમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત અનેક નેતાઆે પોરબંદરમાં આવે તેવી શકયતાઆે સાથે બીજી આેકટોબરે જ તેનું લોકાર્પણ કરી દેવામાં આવશે. પ્રવાસન વિભાગ દ્વારા 40 કરોડના ખર્ચે તૈયાર થયેલ આ અસ્માવતી રિવરફ્રન્ટમાં એક કમીટી કલેકટરને અધ્યક્ષતામાં બનાવવામાં આવી છે અને ટુંક સમયમાં જ તેમાં બોટીગની સગવડ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આમ, પોરબંદરને એક ફરવાલાયક અનેરૂ નજરાણુ પ્રાપ્ત થશે. ખાસ કરીને રાત્રીના સમયે લાઇટીગને લીધે આ વિસ્તાર ઝળહળી ઉઠશે.

Comments

comments