અહેમદ પટેલની હાજરીમાં જ શહેર કોંગ્રેસની જૂથબંધી સપાટી પર આવી

April 20, 2019 at 4:43 pm


કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલની હાજરીમાં આજે રાજકોટ કોંગ્રેસમાં જૂથબંધી ફરી એક વખત સપાટી પર આવી હતી અને કેટલાક નેતાઓ પોતાની અવગણનાથી નારાજ થઈને પત્રકાર પરિષદ છોડીને ચાલ્યા ગયા હતા. કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાને આ બાબત ધ્યાનમાં આવતાં તેઓ આગેવાનોને મનાવવા ગયા હતા પરંતુ એક પણ આગેવાન પરત ફર્યા ન હતા અને કાર્યક્રમનો બહિષ્કાર કર્યેા હતો.

કોંગ્રેસના સૂત્રોએ કહ્યું હતું કે અહેમદ પટેલની પત્રકાર પરિષદમાં શહેરના આગેવાનો ડો.દિનેશ ચોવટીયા, મિતુલ દોંગા સહિતનાને પક્ષ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું અને મચં ઉપર બેસવા માટે કહેવામાં આવ્યું હતું. યારે આ અગ્રણીઓ પત્રકાર પરિષદમાં આવ્યા ત્યારે કોઈ કારણસર તેમને મચં ઉપર બેસવા દેવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો અને આ બાબતને પોતાનું અપમાન ગણી આ બે ઉપરાંત કેટલાક અન્ય આગેવાનો પણ પત્રકાર પરિષદનું સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા. ધારાસભ્ય અને ઉમેદવાર એવા લલિત કગથરાને આ બાબતની જાણ થતાં તેઓ મનાવવા ગયા હતા પરંતુ કોઈ અગ્રણી પરત ફર્યા ન હતા.

રાષ્ટ્ર્રીય કોંગ્રેસના ખજાનચી રાજકોટની મુલાકાતે આવ્યા હોય ત્યારે પણ આવી જૂથબંધી સપાટી પર આવતાં પક્ષ માટે કાર્ય કરતાં કાર્યકરોમાં પણ ગણગણાટ જોવા મળ્યો હતો.

Comments

comments