આંખો કી ગુસ્તાખિયાં… માફ હો…

February 16, 2018 at 11:03 am


એક નહીં પરંતુ લોચન, ચક્ષુ,નયન , નેણ, નેત્ર, દગ, આંખ્ય, ઇક્ષણ, લિપ્સા, ચાક્ષુણ, નૈન અને આક્ષ જેવા ડઝનેક નામે ઓળખાતી આપણી આંખ હમણાં હમણાં નવાઈ પમાડે એ રીતે ચચર્મિાં છે.નાના હતા ત્યારે તો ’ નાની મારી આંખ, તે જોતી કાંખ કાંખ એ તો કેવી અજબ જેવી વાત છે’ એવું શીખ્યા હતા પરંતુ હવે તો જમાનો જ બદલાઈ ગયો છે.આજે અહીં વાત આંખની એક મહત્વની ક્રિયા એટલે કે આંખ મારવા વિશે કરવાની છે. જ્યારે સ્માર્ટ ફોનનું ચલણ ન હતું ત્યારે સમાજમાં આંખ મારવાનો રિવાજ વધુ પ્રચલીત હતો પરંતુ મોબાઈલના ઈમોજીને કારણે ઘણાની આ લકઝરી છીનવાઈ ગઈ છે. પહેલા તો (અને હવે કયારેક કયારેક) કોઈ છોકરી સામે કોઈ છોકરો આંખ મારે તો તેને મા-બેન નથી તેમ કહીને લફંગો ચીતરવામાં આવતો હતો. સીઆરપીસી-110માં પણ તેના માટે જોગવાઈ છે પરંતુ હવે આંખ મારવાની ઘટનાને બહું સિરીયસલી લેવામાં આવતી નથી કારણકે ઘણાને કે ઘણીને આવું ગમતું હોય છે. ઘણા લોકોને વાત વાતમાં ડાબી અને જમણી આંખ મારવાની રામદેવ સ્ટાઈલની ટેવ હોય છે. ઘણાને તો પોતે કોની સામે આંખ મારે છે તેનું ભાન પણ હોતું નથી અને સામે વાળા પણ આ વાતને બહુ ગંભીર ગણતા નથી. હિન્દી ફિલ્મોમાં આવતી આંખ મારવાની ઘટનાની તો કોઈ ખાસ નોંધ પણ લેતું નથી. પોતાની જુદી જુદી ફિલ્મોમાં જુની હિરોઈનોથી લઈને અત્યારની હિરોઈનો ઐશ્ર્વયર્િ રાય બચ્ચન, પ્રિયંકા ચોપડા, જેકવલીન ફર્નિન્ડિઝ, કૃતિ સેનન, સોનાક્ષી સિન્હા વગેરે વગેરે પોતાના હિરો સામે આંખ મારી ચુકી છે પરંતુ દર્શકોએ તેની નોંધ પણ લીધી નથી. તેને લાઇન મારવાની સામાન્ય ચેસ્ટા ગણતા હતા.આ બધી હિરોઈનને અત્યારે એક જ વાતનો અફસોસ થતો હશે કે અમે આંખ મારી ત્યારે ઈન્સ્ટ્રાગ્રામના ફોલોઅર્સે તેની નોંધ પણ લીધી ન હતી અને 18 વર્ષની પ્રિયા પ્રકાશ વેરીયર નામની થ્રિસુરમાં રહેતી મલયાલી નવીસવી હિરોઈનને 24 કલાકમાં જ એક આંખ મારવાને કારણે 10 લાખથી વધુ ફોલોઅર્સ મળી ગયા છે. ફોલોઅર્સ મેળવવાની સ્પધર્મિાં આ નખરાળી છોકરીએ વિશ્વની ભલભલી સેલિબ્રીટીઓને પાછળ રાખી દીધી છે. મેકઅપ વગર સાવ સામાન્ય દેખાતી આ છોકરી અત્યારે પોતાની આંખને કારણે નેશનલ ક્રશ બની ગઈ છે. સોશ્યલ મીડિયામાં ફરી રહેલા તેના મિમ્સ વીડિયોને દેશ-વિદેશની સેલિબ્રિટી સાથે જોડી દેવામાં આવ્યા છે. એક વીડિયો પ્રિયા પ્રકાશ આંખ મારે છે ત્યારે બીજા વીડિયોમાં મિ.બીન, ડોનાલ્ડ ટ્રમ્પ, રાહુલ ગાંધી, બાબા રામદેવ, નરેન્દ્ર મોદી, મનોજ બાજપાઈ, જીમ્મી શેરગીલ, રણવીરસિંગ, રાણા દગ્ગુબાટી (ભલ્લાલદેવ) જેવી સેલિબ્રિટીઓને આંખ મારતા અથવા તો કોમેન્ટ કરતા બતાવવામાં આવ્યા છે. સોશ્યલ મિડીયામાં આ પ્રકારના મીમ્સ ખુબ જ ફરી રહ્યા છે અને લોકોનું મનોરંજન કરી રહ્યા છે. પ્રિયા પ્રકાશ વારીયરને પણ આ બધા ‘મીમ્સ’ ઘણા બધા ગમી ગયા છે અને તેમાં પણ મિ.બીન સાથેની તેની કલીપ તેને સૌથી વધુ પસંદ આવી છે. આપણી ફિલ્મોમાં આંખ મારવાનું ચલણ કે આંખ ઉપરના ગીતો ઘણા બધા કોમન છે. કવિઓ કહી ગયા છે કે, જે વાત એક હજાર શબ્દોથી ન થઈ શકે તે વાત આંખના એક ઈશારાથી કહી શકાય છે. આંખ મારવાથી શું શું થાય તે તોહફા ફિલ્મમાં જીતેન્દ્રએ બહું જ સારી રીતે શ્રીદેવીને સમજાવ્યું હતું. જીતેન્દ્રની આંખ ઘણી બધી પાવરફુલ હતી અને એટલે જ તે કહેતા કે ‘એક આંખ મારૂ તો પરદા હટ જાયે, દુસરી આંખ મારુ તો કલેજા ફટ જાયે, દોનો આંખે મારુ તો છોરી પટ જાયે… છોરી પટ જાયે…!’, જીતેન્દ્રના કહેવા પ્રમાણે જો આંખ મારવાથી આટલું બધુ થતું હોય તો તેનું મહત્વ કેટલું છે તે કલ્પી શકાય છે. એમ તો આંખ માયર્િ પછી જો ગીલ્ટી ફીલ થાય તો હમ દીલ દે ચૂકે સનમમાં ઐશ્ર્વયર્એિ ‘આંખો કી ગુસ્તાખીયા… માફ હો…’ કહીને માફી માંગી લીધી હતી. કોઈની આંખોમાં જો દગો દેખાય તો સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાની ફિલ્મ દબંગના એક ગીતના શબ્દો યાદ આવી જાય કે ‘તેરે નેના બડે દગાબાજ રે…!’, કોઈની આંખમાં ન સમજાય તેવું કંઇક દેખાય તો શાહરૂખખાન અને દિપીકાનું ફિલ્મ ઓમ શાંતિ ઓમનું ‘આંખો મેં તેરી અજબ કી અદાએ હૈ…’ ગીત પણ છે. કોઈની આંખો જોઈને દીલ બેચેન થઈ જાય તો સલમાન -સોનાક્ષીનું ‘તેરે મસ્ત મસ્ત દો નૈન, મેરે દીલ કા લે ગયા ચૈન’ અને કોઈની આંખમાં વધુ પડતું આંજણ આંજ્યું હોય તો ‘યે કાલી કાલી આંખે…’, પણ સાંભળવા મળે છે. આ બધી ફિલ્મોના ડાયરેકટરો કે ગીતકારને જેટલી પબ્લીસીટી ન્હોતી મળી તેટલી પબ્લીસિટી પ્રિયા પ્રકાશ વારીયરને કારણે ઓમર લુલુ નામના મલયાલી ડાયરેકટરને મળી ગઈ છે. હવે તેની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર પણ ટંકશાળ પાળશે એ નક્કી છે. આ ફિલ્મની રીલીઝમાં પણ સારા કામમાં સો વિઘ્ન જેવું થયું છે. સંજય લીલા ભણસાલીની પદમાવત ફિલ્મ જેવું થયું છે અને ફિલ્મમાંથી પ્રિયા પ્રકાશનું આ આંખવાળું ગીત કાઢી નાખવાની માગણી કરવામાં આવી છે.કેટલાક મુસ્લિમ સંગઠનોએ એવું કહ્યું છે કે, આ ગીતમાં મુસ્લિમોની ધાર્મિક ભાવના સાથે છેડછાડ કરવામાં આવી છે. આપણને મલયાલમ ભાષા આવડતી નથી એટલે ખબર નથી પણ મોહમ્મદ પયગમ્બરનો ઉલ્લેખ ગીતમાં થાય છે એટલે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. અત્યારે તો પ્રિયા પ્રકાશને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. બાકીનું ફિલ્મનું ભવિષ્ય આવનારો સમય કહેશે.

Comments

comments

VOTING POLL