આંદામાન નિકોબારના વન્યમાં અમેરિકી ટ્યુરિસ્ટની ક્રૂર હત્યા

November 21, 2018 at 7:53 pm


આંદામાન અને નિકોબાર વન્ય વિસ્તારમાં એક અમેરિકી ટ્યુરિસ્ટની આદિવાસીઆે દ્વારા હત્યા કરી દેવામાં આવી છે. નિકોબારમાં સેન્ટીનેલ દ્વિપમાં પ્રવેશ કરવા પર મનાઈ હોવા છતાં એક પ્રવાસીએ માછીમારોની મદદથી પહાેંચી જવામાં સફળતા મેળવી હતી. આદિવાસીઆેએ ત્યારબાદ આ ટ્યુરિસ્ટ પર તિરકામઠાથી હુમલો કયોૅ હતાે જેમાં તેનું મોત થયું હતું. આંદામાન અને નિકોબાર નજીક સેન્ટીનલ દ્વિપ ઉપર આદિવાસીઆેનું એક સમુદાય ત્યાં રહે છે. આ સમુદાયને મળવાની મંજુરી કોઇને પણ આપવામાં આવતી નથી. પાેલીસે આ મામલામાં હત્યાનાે મામલો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. આ સંદર્ભમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકી નાગરિક જ્હોન એલને ગેરકાયદેરીતે સેન્ટીનલ દ્વિપમાં ઘુસી જવાના પ્રયાસ કર્યા હતા. એમ માનવામાં આવે છે કે, માછીમારોને પણ આદિવાસીના આ વિસ્તારમાં ઘુસી જવા માટે તકલીફ પડે છે. માછીમારોએ આમા મદદ કરી હતી. એલનનાે મૃતદેહ ઉત્તરીય સેન્ટીનલ આઈલેન્ડમાં મળી આવ્યો છે. માછીમારોએ પાેલીસને આ અંગે માહિતી આપી હતી. આ દ્વિપમાં રહેનાર જનજાતિ ખુબ જ ખતરનાક છે. ચેન્નાઈ સ્થિત અમેરિકી દૂતાવાસના પ્રવક્તાએ કહ્યું છે કે, આંદામાન નિકોબાર દ્વિપ ઉપર અમેરિકી નાગરિકના મોતના અહેવાલ મળ્યા છે. આ મામલાને લઇને સ્થાનિક સત્તાવાળાઆેના સંપર્કમાં છે. સેન્ટીનલ દ્વિપ ઉપર માત્ર નાૈકાથી પહાેંચી શકાય છે. આ દ્વિપમાં હજુ પણ 60 હજાર વર્ષ જુના સમુદાયના લોકો રહે છે જેમના બહારી દુનિયા સાથે કોઇ સંપર્ક નથી. ત્યાં પહાેંચનાર લોકોની હત્યા કરી દેવામાં આવે છે. નાેર્થ સેન્ટીનલ આઈલેન્ડ પર આ રહસ્યમય આદિજનજાતિના આધુનિક યુગ અને આ યુગના કોઇપણ સÇય સાથે કોઇ લેવા દેવા નથી. આ જનજાતિના લોકો કોઇના સંપર્કમાં રહેતા નથી. સાથે સાથે પાેતાને પણ કોઇની સાથે સામેલ થવાની મંજુરી આપતા નથી. સરકારે અહીં પ્રતિબંધ મુકેલો છે. આંદામાન નિકોબારમાં જારવા જનજાતિના લોકો રહે છે. ટ્યુરિસ્ટની હત્યા આ જનજાતિના લોકો દ્વારા કરાઈ છે કે પછી અન્ય લોકોએ કરી છે તે અંગે માહિતી મળી શકી નથી. જારવા સમુદાય દેશના કેન્દ્ર શાસિત પ્રદેશ આંદામાન અને નિકોબારમાં રહે છે. જારવા જનજાતિ માનવ સÇયતાની સાૈથી જુની જનજાતિઆે પૈકી એક છે જે હિંદ મહાસાગરના ટાપુ પર છેલ્લા 55000 વર્ષથી રહે છે. રસપ્રદ બાબત એ છે કે, આ જનજાતિથી સામાન્ય લોકોને મળવાની મંજુરી આપવામાં આવી નથી.

Comments

comments

VOTING POLL