આંધ્રમાં આંધી તોફાન: પંડાલ તૂટી પડતા ૪ના મોત

March 31, 2018 at 11:00 am


આંધ્રપ્રદેશના કડપા જિલ્લામાં રામનવમીની યાત્રા દરમિયાન અચાનક આંધી તોફાન શ થતા ટેંટ પડવા લાગ્યા હતા. યાત્રામાં જોડાયેલા લોકો પર ટેંટ પડતા ૪ના મોત નીપયા હતા અને ૭૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત લોકોને સારવારઅર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. યારે આ અકસ્માતમાં કેટલાક ઝાડ અને લાઈટ કેબલો તુંટી ગયા હતા. સુત્રોએ જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પણ હાજર હતા જેમનો આબાદ બચાવ થયો હતો. કડપામાં વાદળ ફાટવાની ઘટના બની હોવાનું પણ સામે આવ્યું છે

Comments

comments

VOTING POLL