આંબાપર નજીક અકસ્માતે આધેડનું મોત

July 17, 2019 at 8:49 am


અંજાર તાલુકાના આંબાપર ગામ નજીક અકસ્માતે આધેડનું મૃત્યુ નીપજ્યું હતું.
આ અંગે અંજાર પોલીસ મથકે રાહુલ બાબુ દાફડા (રહે. આંબાપર)એ ફરિયાદ નોંધાવી છે કે, આ કેસના આરોપી મોટર સાયકલ નં. જી.જે. ૧ર બી.એલ. ૭૭૦૪ના ચાલકે પૂરઝડપે અને બેદરકાર રીતે ચલાવી મોટર સાયકલની પાછળ બેઠેલા પોતાના પિતા બાબુ પબા દાફડાને નીચે પાડી દેતાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. પોલીસે ભોગ બનનારના પુત્રએ આપેલી ફરિયાદના આધારે બાઈક ચાલક વિરૂદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL