આંબેડકર સ્મારકની બ્લૂ પ્રિન્ટ તા.26 સુધીમાં આપવા મહાપાલિકાને અિલ્ટમેટમ

January 19, 2019 at 3:37 pm


દલિત સમાજના અગ્રણી વશરામભાઈ સાગઠિયાના નેતૃત્વ હેઠળ દલિત સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને મળ્યા હતા અને જિલ્લાગાર્ડનમાં નિમાર્ણ પામનારા આંબેડકર સ્મારકની બ્લૂ પ્રિન્ટ તા.26 જાન્યુઆરી સુધીમાં રજૂ કરવા અિલ્ટમેટમ આપ્યું છે અને જણાવ્યું છે કે, જો મહાનગરપાલિકા આમ કરવામાં નિષ્ફળ જશે તો દલિત સમાજને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.
આંબેડકર સ્મારકમાં ઘૂંમટ, લાઈટિંગ સહિતની વ્યવસ્થા કેવી છે તેની માહિતી પણ વશરામભાઈ સાગઠિયા સહિતના દલિત સમાજના આગેવાનોએ મહાનગરપાલિકા પાસે માગી છે. આ ઉપરાંત દલિત સમાજના વિવિધ પ્રશ્નોની રજૂઆત પણ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ કરવામાં આવી હતી.
દલિત સમાજના આગેવાનો વશરામભાઈ સાગઠિયા ઉપરાંત રવજીભાઈ પરમાર, રવજીભાઈ ખીમસુરિયા, ડો.સુનિલ જાદવ, ડી.કે. સોલંકી, ડો.ધીરેન ઘીવાલા, અનિલ જાદવ, સીમ્મીબેન જાદવ, જેઠાભાઈ પરમાર, લાખાભાઈ બગડા, કે.જી. કર્નલ, કે.કે. ટૂંડિયા, સી.કે. રાઠોડ, રમેશ બથવાર, વસંતભાઈ બેડવા, વાલભાઈ રાઠોડ, ઉગાભાઈ ભૂણસીયા, કાળુભાઈ સોલંકી, અરવિંદભાઈ મૂછડિયા, ભાવેશભાઈ ભાષા, બાલુભાઈ વિંજુડા, દિનેશભાઈ પાતર, રમેશભાઈ સોલંકી, જયંતીભાઈ રાઠોડ, હરિભાઈ રાણવા, હિંમતભાઈ મિયાત્રા, અશોકભાઈ વાળા, ખીમજીભાઈ મકવાણા, મોતીભાઈ મકવાણા, મંગાભાઈ સાગઠિયા, નંદાભાઈ બથવાર, મીનાબેન સરવૈયા, શારદાબેન ચૌહાણ વગેરે સાથે રહ્યા હતા.

Comments

comments

VOTING POLL