આઇપીએલની દરેક મેચ પહેલાં રાષ્ટ્રગીતની પ્રથા શરુ કરો

November 8, 2019 at 10:49 am


આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના સહ-માલિક નેસ વાડિયાએ બોર્ડ આૅફ કન્ટ્રાેલ ફોર qક્રકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ને લેખિતમાં દરખાસ્ત મોકલી છે જેમાં આગ્રહપૂર્વક સૂચવાયું છે કે 2020ની સાલની સિઝનથી આઇપીએલની દરેક મેચની શરુઆત પૂર્વે ભારતીય રાષ્ટ્રગીત વગાડવું જોઈએ.

સામાન્ય રીતે ઇન્ટરનેશનલ મેચ પહેલાં રાષ્ટ્રગીત રાખવામાં આવતું હોય છે. ઇન્ડિયન સુપર લીગ (આઇએસએલ) નામની ફૂટબોલ લીગ તથા પ્રાે-કબડ્ડી લીગમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવતું જ હોય છે. વાડિયાનું એવું માનવું છે કે વિશ્વની નંબર-વન qક્રકેટ લીગ (આઇપીએલ)માં ભારતનું નેશનલ ઍન્થેમ રાખવું જ જોઈએ અને એની પ્રથા પાડી દેવી જોઈએ.
આઇપીએલ માટેની ખર્ચાળ આેપનિંગ સેરેમનીની પ્રથા બંધ કરવા બદલ વાડિયાએ બીસીસીઆઇની પ્રશંસા પણ કરી હતી.

Comments

comments