આઇપીએલમાં ખેલાડીઓની ઇજાના કલેમથી વીમા કંપનીઓ ‘બોલ્ડ’

April 30, 2018 at 11:28 am


આઇપીએલની સીઝન પૂરબહારમાં છે. જોકે, આ વખતે ખેલાડીઓની ળજાને કારણે વીમા કંપ્નીઓનું કામ વધી ગયું છે. ટુનર્મિેન્ટના પ્રારંભિક તબકકામાં કેદાર જાધવ, સુરેશ રૈના, શિખર ધવન, હાર્દિક પંડયા અને ભુવનેશ્ર્વર કુમારને ઇજા થઇ છે.
વીમા કંપનીઓના એક્ઝિકયુટિવ્સના જણાવ્યા અનુસાર ખેલાડીની ફીના નુકશાન અંગેના ઇશ્યોરન્સ કલેમ આ વખતે સૌથી વધુ રહ્યા છે. ઉપરાંત, જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી ડેરડેવિલ્સ તેમજ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને કિંગ્સ 11 પંજાબ વચ્ચેની મેચ વરસાદને કારણે બંધ કરેવાથી ‘ઇવેન્ટ કેન્સલેશન પોલિસી’ હેઠળ પણ કલેમ મળ્યા છે. સૂત્રના જણાવ્યા અનુસાર આઇપીએલની પોલિસી હેઠળ કલેમ શ થયા છે. વિવિધ ફ્રેન્ચાઇઝીએ ખેલાડીઓની ઇજા અને વરસાદને લીધે બંધ રહેલી મેચો બાબતે વળતરની માગણી કરી છે. એક અંદાજ પ્રમાણે આઇપીએલમાં ઇશ્યોરન્સનો કુલ કવરેજ રેશિયો ા.2,700 કરોડ છે, જે ગયા વર્ષના રૂ.1,800 કરોડની તુલનામાં વૃદ્ધિ દશર્વિે છે. વીમા કંપ્નીઓએ ઇવેન્ટ કેન્સલેશન, વ્યક્તિગત અકસ્માત, ખેલાડીઓની મેડિકલ ઇુશ્યોરન્સ પોલિસી તેમજ ખેલાડીને મેચ ફીનું નુકશાન સહિતના જોખમ સામે રક્ષણ આપ્યું છે.
આ વીમો બીસીસીઆઇ અને ટીમ બન્ને દ્વારા લેવામાં આવે છે. બીસીસીઆઇ કોન્ટ્રાકટ હેઠળના 25 ખેલાડીની ફીના નુકસાનનો વીમો લીધો છે. કોઇ ખેલાડી ઇજા કે માંદગીના કારણે મેચ ચૂકી જાય તો ફીનું અડધુ નુકશાન ફ્રેન્ચાઇઝી અને બાકીનું નુકસાન બીસીસીઆઇ આપે છે. એલાયન્સ ઇુશ્યોરન્સના બ્રોકર્સના ડિરેકટર પ્રણવ શાહે જણાવ્યું હતું કે ચેન્નાઇ સુપર કિંગ્સનો ખેલાડી કેદાર જાધવ મુંબઇ સામેની પહેલી જ મેચમાં ઇજાગ્રસ્ત થયો હતો. જેનો કલેમ કરાયો હતો.
બીસીસીઆઇએ કરારબદ્ધ ખેલાડીઓને નુકસાન ન થાય એ માટે તેમની આઇપીએલ ફીનો ઇુશ્યોરન્સ લીધો છે. આઇપીએલ પૂરી થશે ત્યારે ખેલાડીઓનું ઇજાનું ચોકકસ પ્રમાણ જાણી શકાશે. રૈના, પંડયા, ધવન અને કુમાર જેવા મહત્ત્વના ખેલાડીઓએ ઇજા કે માંદગીથી મેચ ગુમાવવી પડી છે. બીસીસીઆઇએ કરારબદ્ધ ખેલાડીઓની ફીના નુકશાન અંગે ા.200 કરોડનો વીમો લીધો છે. સ્ટારે આવકના નુકસાનના જોખમ સામે રક્ષણ મેળવવા ા.1,600 કરોડની પોલિસી લીધી છે.

Comments

comments