આઈએલ એન્ડ એફએસ કંપની પોતાની સંપિત્ત વેચીને રૂા.600 અબજ ભેગા કરશે

September 29, 2018 at 11:03 am


ભારે ભયંકર સંકટમાં ફસાયેલી સૌથી મોટી કંપની ગણાતી આઈએલ એન્ડ એફએસ કંપની પોતાની સંપિત્તઆે વેચીને રૂપિયા 600 અબજ ભેગા કરશે તેવી માહિતી એલઆઈસીના અધ્યક્ષ વી.કે.શમાર્એ પત્રકારોને આપી છે. એમણે એમ પણ કહ્યું કે એલઆઈસી આ કંપનીના રાઈટસ ઈશ્યુમાં ભાગીદારી મારફત પોતાની હિસ્સેદારી વધારવા પણ તૈયાર છે.

આ દરમિયાન રિઝર્વ બેન્કના અધિકારીઆેએ મુંબઈમાં આઈએલ એન્ડ એફએસના શેરધારકો સાથે મુલાકાત કરી છે અને આ બેઠકમાં કંપનીના અધ્યક્ષ હેમંત ભાર્ગવ અને જાપાનની આેરિક્સ કોર્પોરેશનના ટોચના અધિકારીઆે પણ હાજર હતા. કંપનીને વર્તમાન સંકટમાંથી બહાર કાઢવા માટેના ઉપાયો પર ચર્ચા કરવા માટે રિઝર્વ બેન્કે આ બેઠક બોલાવી હતી. વર્તમાન કેશના સંકટથી બહાર આવવા માટે કંપનીએ શેરધારકો પાસેથી 45000 હજાર કરોડ રૂપિયાની માગણી કરી છે. આ કંપનીમાં એલઆઈસીની સૌથી મોટી ભાગીદારી 25.34 ટકાની છે અને એચડીએફસીની ભાગીદારી 9.02 ટકાની છે. સેન્ટ્રલ બેન્ક આેફ ઈન્ડિયાની હિસ્સેદારી 7.67 ટકા છે અને એસબીઆઈની ભાગીદારી 6.42 ટકા છે. કંપનીએ આ મહિને પોતાના કરજની ચૂકવણી કરી જ નથી.

કંપનીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જને એવી માહિતી આપી છે કે તેણે પોતાની યોજના રજૂ કરવામાં થોડીક રાહત મેળવવા માટે સોમવારે રાષ્ટ્રીય કંપની વિધિ પંચમાં અરજી કરી દીધી છે. હવે આ કંપનીને રોકડના સંકટમાંથી બચાવી લેવાના પ્રયાસો શરૂ થયા છે માટે માર્કેટમાં હવે થોડી રાહત રહેશે.

Comments

comments

VOTING POLL