આઈડીબીઆઈ બેંકમાં 51 ટકા હિસ્સાે ખરીદવા તૈયારી

July 2, 2018 at 7:19 pm


લાઇફ ઇન્સ્યોરન્સ કોપાેૅરેશન (એલઆઈસી) દ્વારા આઈડીબીઆઈ બેંકમાં 51 ટકા હિસ્સેદારી ખરીદવાની તૈયારી કરી છે ત્યારે જાહેર ક્ષેત્રની બેંકોમાં તેના મૂડીરોકાણના રેકોર્ડ નિરાશાજનક રહ્યાા છે. છેલ્લા અઢી વર્ષની વાત કરવામાં આવે તાે એલઆઈસીએ 21 જાહેર ક્ષેત્રની બેંકો પૈકી 18 બેંકોમાં નાણા ગુમાવી દીધા છે. આ વષેૅ માર્ચ મહિનાના અંતમાં સરકારની માલિકીની વિમા કંપનીએ 21 પીએસબીમાં એક ટકાથી વધુની ઇક્વિટી રોકાણની રકમ મેળવી હતી પરંતુ હાલમાં ડિસેમ્બર 2015ના અંતમાં તેમની કિંમત કરતા ઉંચી કિંમતમાં માત્ર ત્રણ શેર ચાલી રહ્યાા છે. દેશની સાૈથી મોટી વિમા કંપનીનાે ત્રણ નફાની યોજના સતત આગળ વધી રહી છે. એલઆઈસી દ્વારા આઈડીબીઆઈમાં જંગી હિસ્સેદારી ખરીદવાની તૈયારી કરવામાં આવી છે.
ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર આઈઆરડીએઆઈ દ્વારા તેની હિસ્સેદારીને વધારવા માટે એલઆઈસીને લીલીઝંડી આપી દેવામાં આવ્યા બાદ તેમાં તેજી જામી છે. શુક્રવારે કારોબારના દિવસે આઈડીબીઆઈ ડેરિવેટિવ્ઝમાં લેવાલીનાે દોર જામ્યો હતાે. એલઆઈસીને તેની હિસ્સેદારી વિવાદોમાં અને મુશ્કેલમાં મુકાયેલી આઈડીબીઆઈ બેંકમાં 10.82 ટકાથી વધારીને 51 ટકા કરવાની મંજુરી આપી હતી. એલઆઈસી દ્વારા છેલ્લા ઘણા સમયથી આની તૈયારી પણ કરવામાં આવી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, આઈડીબીઆઈના કાઉન્ટરોમાં આ હિલચાલથી તેજી જોવા મળી શકે છે. શુક્રવારના દિવસે તેજીનાે માહોલ જામ્યો હતાે. કોપાેૅરેટ જગતમાં આ સાેદાબાજીને લઇને તીવ્ર ચર્ચા જોવા મળી રહી છે. આઈઆરડીએ દ્વારા આેપન હિતાેમાં ખરીદીને વધારવા માટે એલઆઈસીને મંજુરી આપી દીધી છે. જો કે, જોખમને લઇને તમામ લોકો વિચારી રહ્યાા છે.

Comments

comments

VOTING POLL