આઈપીએલમાં આજે બેંગલોર અને કોલકતા વચ્ચે રસપ્રદ મુકાબલા

April 19, 2019 at 10:29 am


પોતાની આઠ મેચમાંથી થયેલા સાત પરાજયના કારણે પાછળ રહી ગયેલી વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આર. સી. બી.)ની ટીમ આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં આગેકૂચ કરવા કોલકાતા નાઈટ રાઈડર્સ (કે. કે. આર.) સામે આજે અહીં રમાનારી મેચમાં વિજય મેળવવાનો મરણિયો પ્રયાસ કરશે. નાઈટ રાઈડર્સ ઉપરાઉપરી ત્રણ નિષ્ફળતા પછી પોઈન્ટ-કોષ્ટકમાં તેના બીજા સ્થાનેથી છઠ્ઠા ક્રમે નીચે સરકી પડી છે અને આત્મવિશ્ર્વાસ ગુમાવી બેઠેલી તે ટીમ સામે જીતવાનો રોયલ ચેલેન્જર્સને આ સોનેરી મોકો છે.

નાઈટ રાઈડર્સની ટીમની સમસ્યામાં વધારો કરતા તેના ફટકાબાજ બેટ્ સમેન આન્દ્રે રસેલને પ્રેક્ટિસ દરમિયાન ડાબા ખભા પર બાઉન્સર બોલ લાગતા તેની ઈજાનો ભય રહેલો છે. તે આજે કદાચ ન પણ રમે. રસેલ ચેન્નઈ સુપર કિંગ્સ સામેની છેલ્લી મેચમાં પણ ઈજાની પીડામાં રમ્યો હતો અને વર્તમાન સ્પધર્મિાં પહેલી વેળા તે કોઈ મોટો વ્યક્તિગત સ્કોર નોંધાવી શક્યો ન હતો કે જેમાં નાઈટ રાઈડર્સની ટીમનો વેસ્ટ ઈન્ડિઝના તે ખેલાડી પર રહેતો વધુ પડતો આધાર સ્પષ્ટ થયો હતો. રસેલે રોયલ ચેલેન્જર્સ સામેની ચોથી એપ્રિલની પહેલી મેચમાં નાઈટ રાઈડર્સે વિજય માટે આંકેલા 206 રનના જુમલામાં તેના 13 બોલના દાવમાં સાત છગ્ગા સહિત અણનમ 48 રન ફટકાયર્િ હતા.

એ જોવાનું રહે છે કે જમૈકાનો રસેલ રમવા સમયસર સાજો બને છે કે નહીં અને તેની ગેરહાજરીમાં નાઈટ રાઈડર્સની ટીમમાં કદાચ આક્રમક બેટ્સમેન કાર્લોસ બ્રેથવેઇટનો સમાવેશ થઈ શકે. સ્પધર્નિા નોક-આઉટ તબક્કામાં પ્રવેશ મેળવવા માટે નાઈટ રાઈડર્સની ટીમે તેની બાકીની છ મેચમાંથી ઓછામાં ઓછી ચાર મેચ જીતવાની રહે છે, કે જેમાંથી ત્રણ મેચ તેના ઘરઆંગણે રમાનાર છે. રોયલ ચેલેન્જર્સની ટીમની કોહલી અને એ. બી. ડી વિલિયર્સની જોડી ટોચના ફોર્મમાં રમી રહી છે, પણ ટીમના બધા ખેલાડી એકસાથે ઝળકી શક્યા નથી તથા તેનું ફાસ્ટ બોલિંગનું આક્રમણ બિલકુલ નિષ્ફળ રહ્યું છે.
યુવાન નવદીપ સિંહે પ્રભાવશાળી દેખાવ કર્યો હોવા છતાં, સિનિયર ઝડપી ગોલંદાજ ઉમેશ યાદવ ફક્ત બે વિકેટ મેળવી મોટી નિષ્ફળતા બન્યો છે. ઈજાગ્રસ્ત નેથન કોલ્ટર-નાઈલની બદલીમાં દક્ષિણ આફ્રિકાનો પીઢ ફાસ્ટ બોલર ડેલ સ્ટેન સ્પધર્નિી મધ્યમાં ટીમમાં આવ્યો હોવાથી ટીમની ઝડપી બોલિંગ હવે ધારદાર બનવાની આશા જગાવે છે. કોહલી અને ડી વિલિયર્સ હરીફ ટીમના નબળા બોલિંગ આક્રમણ સામે ફરી મોટો સ્કોર નોંધાવવા તત્પર હશે.
દરમિયાન બધાની નજર નાઈટ રાઈડર્સની ટીમના કેપ્ટન દિનેશ કાર્તિક પર હશે જેની ભારતની વર્લ્ડ કપ્ની ટીમમાં યુવાન વિકેટકીપર રિષભ પંતને બદલે આશ્ર્ચર્યજનક પસંદગી થઈ છે. કાર્તિકે સ્પધર્મિાં ફક્ત એક અડધી સદી નોંધાવી છે અને તે ત્યાર સુધીમાં માત્ર 18.50 રનની બેટિંગ સરેરાશ ધરાવે છે. મેચની શરૂઆત: રાતે 8 વાગ્યે.

Comments

comments