આઈસીસીએ આપી ચેતવણીઃ સ્ટંપ પાછળ ધોની હોય તો બેટસમેનો ક્રીઝ ન છોડે

February 5, 2019 at 12:52 pm


એમ એસ ધોનીને દુનિયાનો સૌથી મોટો મેચ ફિનિશર કહેવામાં આવે છે, પરંતુ સાથે વિકેટની પાછળ તેમની ચાલાકી અને વિજળી જેવી ગતીના પણ લોકો કાયલ છે. ન્યૂઝિલેન્ડ વિરુÙ પાંચમી વન ડેમાં પણ કIક આવું જોવા મળ્યું છે. ધોનીએ કીવી બેટ્સમેન જિમી નીશમને જબરદસ્ત અંદાજમાં રન આઉટ કર્યો, ત્યારબાદ ટીમ ઈન્ડીયાની જીત પર માેંહર લાગી ગઈ અને તેણે વન ડે સિરીઝ 4-1થી પોતાના નામે કરી. ધોની તરફથી કરવામાં આવેલા આ રન આઉટને આઈસીસીએ પણ સલામ કર્યું છે, અને તેણે ટંીટ કરી દુનિયાભરના બેટ્સમેનોને ચેતવણી આપી છે. આઈસીસીએ પોતાના ટંીટમાં લખ્યું, જ્યારે ધોની વિકેટની પાછળ ઉભો હોય ત્યારે ક્યારે પણ પોતાની qક્રઝ ના છોડો.

ધોનીએ રન આુટનું પરાક્રમ ન્યુઝિલેન્ડની પારીમાં 37મી આેવરમાં કર્યું. તમને જણાવી દઈએ કે, કેદાર જાદવની બોલિંગમાં નીશમ અક્રાેસ ધ લાઈન શોટ રમવા ગયો, પરંતુ બોલ મિસ કરી ગયો અને બોલ પેડ સાથે ટકરાયો. ત્યારબાદ તેની વિરુÙ એલબીડબલ્યુની જબરદસ્ત અપીલ થઈ. અમ્પાયરે નીશમને નોટ આઉટ આપ્યો. અમ્પાયરને જોતા નીશમ આ સમયે ક્રીઝની બહાર આવી ગયો, પરંતુ ધોનીની નજર તો બોલ પર જ હતી.
તેણે જેવો નીશમને બહાર જતો જોયો. ઝપટમારી બોલ સ્ટંપ પર મારી દીધો અને આ રીતે અમ્પાયરને એલબીડબલ્યુ નહી તો રન આઉટ આપવો પડéાે. હાઈલાઈટમાં ખબર પડી કે, તે બોલ પર વાસ્તવમાં નીશમ એલબીડબલ્યુ પણ આઉટ જ હતો. જોકે, નીશમ રન આઉટ થઈ ગયો, જેથી તે નિર્ણય હવે કોઈ કામનો ન રહ્યાે. નીસમ 32 બોલમાં 44 રન બનાવી રન આઉટ થઈ ગયો પરંતુ જે અંદાજમાં ધોનીએ વિકેટની પાછળ કામ કર્યું. તે જોઈ બધા જ આશ્ચર્યમાં પડી ગયા.
કીવી ટીમ આ મેચ 35 રનથી હારી. આ પહેલા ટીમ ઈન્ડીયાએ આ મેચમાં પહેલા બેટીગ કરી કીવી ટીમને 253 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે આ મેચને જીતવાની સાથે આ સીરિઝ પર 4-1થી કબજો કરી લીધો.

Comments

comments

VOTING POLL